ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
A B
न्योता આળ
खुदकुशी આમંત્રણ
संगमरमर આશરે
तोहमत આરસપહાણ
करीब આત્મહત્યા
ઓળખાણ પડી?
હિન્દી, મરાઠી ઉપરાંત સાઉથની ફિલ્મોમાં કામ કરનાર કલાકારની ઓળખાણ પડી? ‘દુશ્મન’ ફિલ્મમાં નેગેટિવ રોલથી અભિનેતા ખૂબ જાણીતો બન્યો હતો.
અ) મનોજ બાજપેયી બ) પંકજ ત્રિપાઠી ક) આશુતોષ રાણા ડ) રોનિત રોય
ગુજરાત મોરી મોરી રે
‘છેલ્લો દિવસ’ ફિલ્મથી શરૂઆત કરી ‘વશ’, ‘તંબૂરો’ તેમ જ ‘નાડી દોષ’ જેવી ફિલ્મોમાં અભિનય કરી પોતાની અલગ ઓળખ ઊભી કરનારી અભિનેત્રી કોણ કહી શકશો?
અ) આરોહી પટેલ બ) જાનકી બોડીવાળા
ક) મોનલ ગજ્જર ડ) એશા કંસારા
જાણવા જેવું
ગુજરાતી ફિલ્મ ‘ગુણસુંદરી’ ૧૯૨૭થી ૧૯૪૮ વચ્ચે ત્રણ વખત બની હતી. ચંદુલાલ શાહ દ્વારા ૧૯૨૭માં બનેલી પ્રથમ ફિલ્મ એટલી પ્રસિદ્ધ થઈ કે તેમણે ૧૯૩૪માં તેને ફરીથી બનાવી. રતિલાલ પુનાતરે ફરી ૧૯૪૮માં બનાવી. હિંદી ફિલ્મોની પ્રસિદ્ધ અભિનેત્રી નિરૂપા રોયે આ ફિલ્મથી કારકિર્દી શરૂ કરી હતી. એમાં ગરીબ ભારતીય મહિલા કેન્દ્રમાં છે. ત્રણે ચલચિત્રોમાં તેને સમકાલીન સંજોગો દર્શાવતા ફેરફારો કરાયા છે.
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
પશ્ર્ચિમી ધૂન તેમ જ હિન્દુસ્તાની ધૂન પર સ્વર રચના કરનારા કયા સંગીતકાર ચિતલકરના નામ હેઠળ ગીતો ગાતા હતા એ જણાવો.
અ) સી એચ આત્મા બ) એસ ડી બર્મન ક) સી રામચંદ્ર ડ) ચિત્રગુપ્ત
નોંધી રાખો
તમારી આસપાસના લોકો એવી અપેક્ષા જરૂર રાખશે કે તમે સારું કામ કરો પણ તમે એમનાથી વધુ સારું કામ કરો એ એમને જરાય નહીં ગમે એ યાદ રાખજો.
માઈન્ડ ગેમ
રમેશ સિપ્પીની ‘શોલે’ના કલાકારોના શંભુ મેળામાં ગુજરાતી નાટકોના એક ઊંચા દરજ્જાના અભિનેતા એક નાનકડા રોલમાં હતા. એમનું નામ જણાવો.
અ) ઉપેન્દ્ર ત્રિવેદી બ) દીપક ઘીવાલા ક) અરવિંદ જોશી ડ) શૈલેષ દવે
ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
A B
गिरावट ઘટાડો
खुदरा છૂટક
चुंगी જકાત
मुनाफा નફો
पेशगी બાનું
ગુજરાત મોરી મોરી રે
મુકેશ
ઓળખાણ પડી?
અનન્યા પાંડે
માઈન્ડ ગેમ
પાર્ટનર
ચતુર આપો જવાબ
સંજુ
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) મૂલરાજ કપૂર (૨) સુભાષ મોમાયા (૩) નીતા દેસાઈ (૪) સુભાષ મોમાયા (૫) શ્રદ્ધા આશર (૬) નીતા મુલરાજ કપૂર (૭) વિભા મહેશ્ર્વરી (૮) નંદકિશોર સંજાણવાળા (૯) ભારતી બુચ (૧૦) પુષ્પા પટેલ (૧૧) નિખિલ બંગાળી (૧૨) અમીશી બંગાળી (૧૩) હર્ષા મહેતા (૧૪) ખુશરૂ કાપડિયા (૧૫) મીનળ કાપડિયા (૧૬) જ્યોતિ ખાંડવાલા (૧૭) ભાવના કર્વે (૧૮) તાહેર ઔરંગાબાદવાલા (૧૯) શીરીન ઔરંગાબાદવાલા (૨૦) અબદુલ્લા એફ મુનીમ (૨૧) જયવંત પદમશી ચિખલ (૨૨) રજનીકાંત પટવા (૨૩) સુનીતા પટવા (૨૪) મનીષા શેઠ (૨૫) ફાલ્ગુની શેઠ (૨૬) દેવેન્દ્ર સંપટ (૨૭) મહેશ દોશી (૨૮) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૯) પુષ્પા ખોના (૩૦) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૩૧) દિલીપ પરીખ (૩૨) લજિતા ખોના (૩૩) શિલ્પા શ્રોફ (૩૪) સુરેખા દેસાઈ (૩૫) અરવિંદ કામદાર (૩૬) જગદીશ ઠક્કર (૩૭) મહેશ સંઘવી (૩૮) જ્યોત્સના ગાંધી (૩૯) હિનાબેન દલાલ (૪૦) ઈનાક્ષીબેન દલાલ (૪૧) રમેશ દલાલ (૪૨) જયવંત ચિખલ (૪૩) નિતિન બજરિયા