મેટિની

ફોકસ : સદીના મહાનાયક અભિનયને અલવિદા કરી રહ્યા છે?

  • ડી. જે. નંદન

બોલિવૂડના `શહેનશાહ’ અમેિતાભ બચ્ચન આજકાલ જે રીતે પોતાના બ્લોગમાં અભિનય કેરિયર પર વિરામ ચિન્હ મૂકવાનો સંકેત આપી રહ્યા છે, જો એ ખરેખર સાચું પડ્યું તો એ માત્ર અભિનયમાંથી તેમની એકઝીટ નહીં હોય પરંતુ એક યુગનો અંત હશે. ભારતીય સિનેમાના ઈતિહાસમાં આ એક એવો સમય હશે, જ્યારે આપણે પાછળ વળીને આવા કલાકારને જોઈશું કે જેમણે માત્ર પડદા પર જ રાજ નથી કર્યું પરંતુ સૌના હૃદયમાં પણ સ્થાન પ્રાપ્ત કર્યું છે. 83 વર્ષીય અમિતાભ બચ્ચનની અભિનય યાત્રા માત્ર ફિલ્મો સુઘી જ સીમિત નથી રહી, આ ભારતીય સમાજ, રાજનીતિ, મીડિયા અને લોકોની લાગણીઓનો બદલાતો આયનો છે. તેમની 55 વર્ષની યાત્રાને જો આપણે જોઈએ તો એ સાફ દેખાય છે કે, તેઓ માત્ર અભિનેતા જ નહોતા પરંતુ એવી દિગ્ગજ હસ્તીમાં તેમનો સમાવેશ થાય છે જેમકે, દિલીપ કુમાર અને રાજ કપૂર હતાં.

અમિતાભ બચ્ચનએ સાલ 1969માં ફિલ્મ સાત હિંદુસ્તાની' થી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કાંઈ ખાસ ચાલી નહોતી પરંતુ તેના પછી અડધો ડઝન ફિલ્મો પણ કાંઈ ખાસ ચાલી નહોતી. 1973માં અમિતાભ અભિનીત ફિલ્મજંજીર’ આવી અને ત્યાર બાદ ઈતિહાસ જ બદલાઈ ગયો. બોલિવૂડમાં એક એંગ્રી યંગમેનની એન્ટ્રી થઈ જે આગળ ચાલીને માયાનગરીનો શહેનશાહ બન્યો. તેમણે ન માત્ર પોતાની પરંતુ તેમના સમયની પણ એક આગવી ઓળખ બનાવી.

1980ના દાયકામાં આવતાં જ અમિતાભ બચ્ચન માત્ર બોલિવૂડના સુપરસ્ટાર જ નહીં પરંતુ સદીના મહાનાયક થઈ ગયા હતા. તેમની લોકપ્રિયતા એટલી વધી ગઈ હતી કે, જ્યારે ફિલ્મ કુલી'ના શુટિંગ દરમિયાન તેઓ ઘાયલ થયા તો આખો દેશ તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરતો હતો. આ માત્ર તેમનું સ્ટારડમ જ નહોતું પરંતુ લોકોનો તેમના પ્રત્યેનો પ્રેમ હતો. અમિતાભ બચ્ચનની અભિનય ક્ષમતા, તેમની ડાયલોગ ડિલીવરી, તેમના ચહેરાના ભાવ, તેમની બોડી લેન્ગવેજ બધું જ મળીને તેઓ સદીના એવા મહાનાયક બની ગયા જેવું ક્યારેય કોઈ નહોતું કે ક્યારેય કોઈ થશે પણ નહીં. એમની આજ ખાસિયતેદિવાર’, શોલે',અમર અકબર એંથની’, ત્રિશૂલ',ડોન’, મુક્દ્ર કા સિકંદર',કાલિયા’ અને `સત્તે પે સત્તા’ જેવી ફિલ્મોને હંમેશાં માટે ભારતીય સિનેકાશનો ચમકતો સિતારો બનાવી દીધો. આ બધી ફિલ્મોમાં તેમના બહુમુખી પાત્રો હતાં.

આપણ વાંચો:  ફોકસ : હિન્દી ફિલ્મોની અસર હવે કેમ ઓસરી રહી છે?

અમિતાભ પોતાના અભિનયની વિવિધતા, ઘનગર્જન જેવો અવાજ, હારીને પણ જીતનો જુસ્સો અને આધુનિકતા સાથે પરંપરા અને સંસ્કારોની સાથે હાથ મિલાવીને કેમ ચાલવું તેની માટે હંમેશાં યાદ રહેશે. અમિતાભ એટલે અભિનયનો ભંડાર, તેઓ જેટલા સહજ રીતે એન્ગ્રી યન્ગમેનનો અભિનય કરી શકે છે તેટલી જ સહજતાથી કોમેડી અને રોમેન્ટિક અભિનય પણ કરી લે છે. તેઓ તેમની જવાનીમાં જેટલા હેન્ડસમ લગતા હતા તેટલા જ ગ્રેસફૂલ તેઓ વૃદ્ધ વયે પણ લાગે છે. અમિતાભ એવા કલાકાર છે કે તેઓ દરેક કિરદારમાં પોતાના પ્રાણ પૂરે છે. કઈ રીતે નીચે પડીને પાછા સક્ષમ રીતે ઊભા થવું તે તેમની ફિલ્મો જ નહીં, પરંતુ નિજી જિંદગીથી પણ જાણી શકાય. બોલિવૂડના ઇતિહાસમાં ઘણા મહાન કલાકાર થયા છે તેઓ કોઈ એક ક્ષેત્રમાં જ માહિર હતા. જો રાજકપૂરે આમ જનતાના દિલને જીત્યા હોય તો, દિલીપ કુમારે અભિનય પ્રતિમાને ગહેરાઈ આપી છે. શાહખ ખાને રોમાન્સને એક નવો રૂપ આપ્યો છે તો અમિતાભમાં આ બધી જ ખૂબી એક સાથે છે. તેમણે માત્ર એક અભિનેતાના રૂપમાં જ નહીં પરંતુ એક સામાજિક અને નૈતિક સ્તર પર પણ પોતાના અભિનય દ્વારા એક છાપ છોડી છે. અમિતાભનો લોકો સાથેનો નાતો અદ્ભુત છે . તેઓ દેશના દરેક વર્ગને પ્રભાવિત કરે છે. તેઓ તેમના કામ પ્રત્યે ખૂબ જ ડિસિપ્લિન, પ્રોફેશનલ અને પ્રામાણિક છે. તેઓ ભારતની વિશાળ સાંસ્કૃતિક છબીના પ્રતીક છે અને વૈશ્વિક સ્ટાર પર ભારતની સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી જ અમિતાભ બચ્ચન જયારે અભિનયને અલવિદા કરશે તો તેની સાથે અભિનય અને સિનેમાના એક યુગનો અંત થઈ જશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button