ડંકી: ઓપનિંગ સારું પણ સાલાર સામે ટકવું મુશ્કેલ
બોલીવૂડના િંકગ ખાન અને રાજકુમાર હિરાનીની પહેલી ફિલ્મ ડંકી શુક્રવારને બદલે ગુરુવારે થિયેટરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ આ વર્ષની શાહરુખની ત્રીજી ફિલ્મ છે. અગાઉ પઠાણ અને જવાન એમ બે હીટ ફિલ્મો એસઆરકે આપી ચૂક્યો છે અને ડંકી તેની ત્રીજી હીટ ફિલ્મ સાબિત થાય તેવી રાહ જોવાઈ રહી છે.
શાહરુખને કારણે ફિલ્મને સારી ઓપનિંગ મળી છે અને હજુ શુક્ર, શનિ, રવિ બાકી છે અને તેથી હાલમાં અંદાજ લગાડવો મુશ્કેલ છે, પરંતુ ફિલ્મના રિવ્યૂ પરથી લાગી રહ્યું છે કે લોકોની અપેક્ષા સંતાષાઈ નથી.
રિવ્યુ અનુસાર ફિલ્મની સ્ટોરી અને ડિરેક્શન બન્ને નબળા છે. એસઆરકેની ડાયલૉગ ડિલિવરી લોકોને ગમી નથી તો તાપસી સાથેની તેની કેમેસ્ટ્રી પણ જામતી નથી. ફિલ્મનો ફર્સ્ટ હાફમાં માત્ર કોમેડી અને માહોલ સેટ કરવામાં જ જાય છે જ્યારે સેક્ધડ હાફ પણ નબળો પડે છે. ફિલ્મોની મર્યાદા સાથે એસઆરકે સામે મોટો પડકાર આવતીકાલે રિલીઝ થનારી પ્રભાસની ફિલ્મ સાલાર. આ ફિલ્મની એડવાન્સ બુિંકગ એસઆરકેની ફિલ્મ કરતાં દસગણી વધુ છે. આ ફિલ્મ હિન્દી સહિત ઘણી ભાષાઓમાં રિલીઝ થવાની છે. હવે હિન્દી ફિલ્મના રસિયાઓને પણ દક્ષિણની ફિલ્મો જોવાનો ચસ્કો ચડ્યો છે. સાલારનું ટ્રેલર લાર્જર ધેન લાઈફવાળી દક્ષિણની ફિલ્મ જેવું જ લાગે છે. આ બધું જોતા એસઆરકેની ફિલ્મ આવતા અઠવાડિયા સુધીમાં કેટલો અને કેવો વકરો કરે છે તે જોવાનું રહેશે.