મેટિની

ફોકસ : ColdPlayના કોન્સર્ટની ટિકિટના ભાવ છે આસમાને, જો જો ક્યાંક ફસાઈ ન જતાં

-પ્રથમેશ મહેતા

પંજાબી સિંગર દિલજીત દોસંજ અને કોલ્ડપ્લેના કોન્સર્ટની ખૂબ બોલબાલા છે. મૂળ લંડનના બ્રિટિશ રૉક બેન્ડ કોલ્ડપ્લેનું મ્યુઝિકલ બેન્ડ ખૂબ ફેમસ છે. આવતા વર્ષે ૧૮ અને ૧૯ જાન્યુઆરીએ થનારા તેમના કોન્સર્ટની ટિકિટનાં ભાવ આસમાને પહોંચી ગયા છે. ટિકિટની કાળાબજારીનો ધંધો હાલમાં ખૂબ પ્રસરી રહ્યો છે. લોકોમાં કોલ્ડપ્લે માટેની દીવાનગી એટલી હદે છે કે તેઓ આ કોન્સર્ટ માટે લાખો રૂપિયા ચુકવવા માટે તૈયાર છે. ટિકિટની રીસેલિંગ પણ બેફામ થઈ રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે ઊંચા ભાવે ટિકિટ ખરીદવી અને વેચવી તમને મુશ્કેલીમાં નાખી શકે છે.

| Read More: ક્લેપ એન્ડ કટ..! : ‘વોહ’ વાલા વીડિયો ચોરી કિયેલા હૈ?

સોશ્યલ મીડિયામાં કેટલાક લોકો આ કોન્સર્ટની ટિકિટની રિસેલિંગનો દાવો કરી રહ્યા છે. સાથે જ તેમની પાસે ઢગલાબંધ ટિકિટ હોવાનું પણ જણાવી રહ્યાં છે. આવા લોકો સાથે જ્યારે વાત કરવામાં આવી તો તેમણે એમ પણ જણાવ્યું કે તેઓ વધુ ટિકિટસ આપવાની સાથે જ ડિસ્કાઉન્ટ પણ આપશે. વાતચીતમાં ટીકીટ વેચનારે જણાવ્યું કે ગોલ્ડ કૅટૅગરીની ટીકીટ બાર હજાર રૂપિયામાં આપવામાં આવશે જે ઑનલાઇન ચાર હજાર રૂપિયાથી શરૂઆત થાય છે. એના માટે અડધી રકમ હમણાં અને બાકીની રકમ આવતા અઠવાડિયે ટીકીટ મળ્યા બાદ ચુકવવાની રહેશે. તો અન્ય એક ટિકિટ વેચનારે જણાવ્યું કે તેની પાસે ૨૭ હજાર રૂપિયાની સ્ટેન્ડિંગ ટિકિટ છે અને સીટિંગની ટિકિટ પચાસ હજારમાં છે. તો સાથે જ લાઉંજની ટિકિટની કિંમત એકથી બે લાખ રૂપિયા છે. જોકે અહીં નોંધવા જેવી બાબત એ છે કે પૈસા આપ્યા બાદ તમને ટિકિટ મળશે કે નહીં એની કોઈ ગેરેન્ટી નથી.

રિસેલરને જ્યારે પૂછવામાં આવ્યું કે કુલ ૮ ટિકિટ જોઈએ છે તો શું ડિસ્કાઉન્ટ મળશે? તો તેણે કહ્યું કે ૨૧,૫૦૦ રૂપિયામાં તે ટિકિટ આપી શકશે. કેટલાક લોકો પોતાની પાસે રહેલી ટિકિટને રિસેલ કરવા માટે ઇમોશનલ સ્ટોરી ઘડે છે.

માત્ર સોશ્યલ મીડિયા જ નહીં પરંતુ અનેક વેબસાઇટ્સ પણ છે જે આ કોન્સર્ટની ટિકિટના વધેલા ભાવનો ફાયદો ઉઠાવી રહ્યા છે.

ટિકિટ રિસેલ કરવી યોગ્ય કે પછી અયોગ્ય?
કેટલાક લોકો આવી મોંઘી ટિકિટને લઈને ગુસ્સો પણ વ્યક્ત કરી રહ્યાં છે. તાજેતરમાં જ દિલજીતનાં એક ફૅને તેને કોન્સર્ટની ટિકિટ ન મળતાં સિંગર અને શોના આયોજકોને લીગલ નોટિસ ફટકારી હતી. એથી સવાલ એ ઊભા થાય છે કે ટિકિટની રિસેલીંગ શું લીગલ છે કે પછી કાયદાનું ઉલ્લંઘન છે? એ વિશે ગ્રાહક મામલાના નિષ્ણાત અને સુપ્રીમ કોર્ટના વકીલ આર. વેંકટરમન કહે છે, ‘જો ટિકિટ રિસેલ થાય છે તો એનો અર્થ ટીકીટની બ્લેકમેલિંગ થઈ રહી છે.

| Read More: કવર સ્ટોરી : મહિલા ડિરેક્ટરની બોડી હોરર ફિલ્મ: The Substance, ધિક્કાર ને આવકાર

એના માટે કાયદામાં સશક્ત એવી કોઈ જોગવાઈ નથી. આ વિષય રાજ્યના કાયદાને આધીન છે. રાજ્યના કાયદામાં ટિકિટને બ્લેકમાં વેચવી એ અપરાધ છે તો એનાં પર પગલાં લેવા જોઈએ. બીજી તરફ સવાલ એ પણ છે કે જો ટિકિટ બ્લેકમાં વેચાય છે તો એને મોનિટર કરશે કોણ? સામાન્ય વ્યક્તિ આવી ફરિયાદો દાખલ કરી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button