મેટિની

ક્લેપ એન્ડ કટ..!: આખરે `દાદા સાહેબ’ આવશે…

સિદ્ધાર્થ છાયા

આખરે `દાદા સાહેબ’ આવશે…

દાદા સાહેબ ફાળકે પર બાયોપિક બનશે કે નહીં બને એ પ્રશ્ન ક્યારનોય લટકી રહ્યો હતો, પરંતુ લાગે છે કે હવે છેવટે અહી પ્રશ્નાર્થની જગ્યાએ પૂર્ણવિરામ આવી ગયો છે. શરૂથી શરૂ કરીએ તો ગયા વર્ષનાં મધ્યમાં રાજકુમાર હિરાણીએ આમિર ખાનને આ બાયોપિકની સ્ક્રિપ્ટ સોંપી હતી. પછી આમિરે એનાં સ્વભાવને અનુરૂપ ત્રણેક મહિનાનો સમય `વિચારવા’ માટે લીધો. પછી જ્યારે હિરાણીને ચર્ચા કરવા આમિરે બોલાવ્યા અને પોતાના ફેરફારો સૂચવ્યા ત્યારે હિરાણીને આઘાત લાગી ગયો.

આમિરે એમ કહ્યું હોવાનું જાણવા મળ્યું હતું કે, `આમાં કોમેડી ક્યાં?’ હવે ભારતીય સિનેમાનાં પિતા એવા દાદાસાહેબ ફાળકેનાં જીવનમાં મારી મચડીને કોમડી કેમની ઘુસાડાય? એટલે છેવટે ફિલ્મને અભેરાઈ પર ચડાવી દેવામાં આવી હોવાના રિપોર્ટ્સ મળ્યા હતા.

હવે એવું લાગે છે કે દાદાસાહેબને પોતાને આ ફિલ્મ બનતી જોવી છે એટલે આમિર અને હિરાણી થોડાં સમય પહેલાં પાછાં મળ્યાં. આ બેઠકમાં વચલો માર્ગ નક્કી કરી લેવામાં આવ્યો. એટલે કે માર્ચ મહિનામાં ફ્લોર પર જનારી આ ફિલ્મ દાદાસાહેબનાં જીવન પર આધારિત જ હશે, પરંતુ, તેમાં `હિરાણી સ્ટાઈલ’ પ્રમાણે કોમેડીના થોડાં અમીછાંટણાં પણ કરવામાં આવશે.

હવે તો ભગવાન બચાવે…!

સામાન્ય રીતે જીવનમાં બને છે એમ બોલિવૂડમાં પણ ઘણી વાર ઉત્સાહમાં આવી જઈને મોટી જાહેરાતો કરી દેવામાં આવે છે પછી ખ્યાલ આવે કે, યાર, થોડી ઉતાવળ થઇ ગઈ. OMG 3’ની જાહેરાત પછી પણ આવું જ કશું સામે આવ્યું છે. અક્ષય કુમારનાં કેમિયોવાળી આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા માટેમર્દાની’ રાની મુખર્જીને સાઈન કરી લેવામાં આવી હતી.

આ જાહેરાતનાં બે જ દિવસ બાદ ડિજિટલ એઇટીન’ નામની એક સંસ્થા મેદાનમાં આવી. આ સંસ્થાએ ટે્રડ મેગેઝિન્સમાં એક લિગલ નોટિસ પ્રકાશિત કરાવી કે જે કોઈપણ ફિલ્મનાં ટાઈટલમાંOMG’ શબ્દનો ઉપયોગ કરવો હોય તો એ માટે એમની-સંસ્થાની પૂર્વમંજૂરી લેવી જરૂરી છે. સંસ્થાનો એવો દાવો છે કે `OMG’ નામની કોઇપણ ફિલ્મની સિકવલ, પ્રિકવલ કે રીમેક આ બધાનાં હક્ક એની પાસે છે…!

OMG' ને ડિરેકટ પણOMG 2’નાં ડાયરેક્ટર અમિત રાય કરવાનાં છે, પરંતુ લાગે છે કે આ ફિલ્મના મેકર્સને ડિજિટલ એઇટીન નામની સંસ્થાને પણ આ ફ્રેન્ચાઇઝીમાં ઇન્વોલ્વ કરવી પડશે એનો ખ્યાલ નહીં હોય. તેમ છતાં, આ ફિલ્મ ચોક્કસ ફ્લોર ઉપર જઈ રહી છે અને કદાચ ફિલ્મને કોઈ લીગલ વાંધો ન આવે એનો તોડ પણ કાઢી લેવામાં આવ્યો છે.

એવું જાણવા મળ્યું છે કે ફિલ્મનું નામ ઓહ! માય ગોડ 3’ને બદલે ઓહ! માય ગોડેસ’ આવું કરી નાખવામાં આવ્યું છે. હવે આ બદલાયેલું નામ સાંભળીને કદાચ `ડિજિટલ એઇટીન’ના બોસ લોગ બોલી ઉઠ્યાં હશે, ઓહ! માય ગોડ.

`ધુરંધર’થી ફરી એક ધોવાયો…

કપિલ શર્મા, એક સમયે ઘર-ઘરનો લાડકો આજકાલ મુસીબતમાં ફસાયો છે. જોકે આ મુસીબત એકલા કપિલની નથી. મ્યુઝિક કંપની વિનસ પણ આ મુસીબતનો એક સરખો સામનો કરી રહી છે. આ મુસીબતનાં કેન્દ્રબિંદુમાં છે ફિલ્મ કિસ કિસ કો પ્યાર કરૂં-2′. મૂળ આ ફિલ્મ રિલીઝ થઇ હતી 12 ડિસેમ્બરે એટલે કે બોક્સ ઓફિસ પરધુરંધર’ નામની ત્સુનામી આવી એનાં બરાબર એક અઠવાડિયા પછી.

હવે ત્સુનામી તો ત્સુનામી છે! ભલભલી હોલિવૂડની એવેટાર’ (હા હવે, અવતાર…) પણ આ ત્સુનામી સામે પાણી ન માગી શકી તો બીજી બોલિવૂડ ફિલ્મની તો શી વિસાત? એટલે કપિલની હિરોગીરી દર્શાવતી આ ફિલ્મ પણ ધોવાઈ ગઈ. હવે પ્રશ્ન કપિલની ઈજ્જત અને વિનસનાં રોકાણનો હતો. આ બંનેનું થયેલુંધોબી ધોવાણ’ પાછું લાવી શકાય એવું તો ન હતું. એટલે એમણે રી-રિલીઝનો દાવ ખેલ્યો.

તારીખ નક્કી થઇ 9 જાન્યુઆરી. ડિસ્ટ્રીબ્યુટર્સે વિનસને 500 સ્ક્રિન્સ આપવાનો વાયદો કર્યો. પરંતુ 8 જાન્યુઆરીએ વિનસને મેસેજ આવ્યો કે `સોરી! 250 સ્ક્રિનથી વધુ મળે એમ નથી!’ કારણ? હજી પણ પેલી ત્સુનામીનાં જબરા આફ્ટરશોક્સ આવી રહ્યાં છે. એટલે વિનસે નક્કી કર્યું કે એમ અડધા સ્ક્રિન્સ પર ફિલ્મ રિલીઝ કરીને આપણે આપણું નાક કપાવવું નથી.

હાલમાં તો વિનસે ફિલ્મ રિલીઝ સોરી! રી-રિલીઝ કરવાનું માંડી વાળ્યું છે. હવે કોઈ સારી તારીખ’ શોધીને ફરીથી રિલીઝ કરવાનો પ્રયાસ આદરવામાં આવશે. કપિલ માટે જોકે આ મોટા ઝટકાથી ઓછું નથી. એની ફિલ્મ તો એક વીકમાં ઊતરી ગઈ, પણ એનોનેટફ્લીક્સ’ પર `ચાલતો’ શો પણ ડચકાં ખાઈ રહ્યો છે.
કટ એન્ડ ઓકે…
2007માં અમિતાભ બચ્ચને ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં 7 કરોડમાં એક જમીન લીધી હતી જેની કિમત આજે 210 કરોડ થઇ ગઈ છે!

આ પણ વાંચો…ક્લેપ એન્ડ કટ..!:

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button