ફટા પોસ્ટર, નિકલા…: બિન્દાસ… પૂછીને ચોરેલી ધૂનો! | મુંબઈ સમાચાર
મેટિની

ફટા પોસ્ટર, નિકલા…: બિન્દાસ… પૂછીને ચોરેલી ધૂનો!

  • મહેશ નાણાવટી

આજકાલ સૈયારા'નું એક ગીત બહુ હિટ થયું છે. એ જ ગીત જાણે કિશોરકુમારે પોતે ગાયું હોય એ રીતે સોશ્યલ મીડિયામાંસૈયારા’ (1980) એવું લખીને ફરતું થઈ ગયું!

આ જોઈ – સાંભળીને લોકોને લાગ્યું કે `લા લે લે! આ તો આખેઆખું ગાયન ચોરેલું છે!’

જોકે પછી ખબર પડી કે એ તો AI (આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ )ની મદદથી આખું નવું જ વર્ઝન તૈયાર થયેલું છે…!
આમેય સોશ્યલ મીડિયામાં કયું હિન્દી ગાયન કયા અરેબિયન સોંગની કોપી છે કે કયું સુપરહિટ બોલિવૂડ સોંગ હોલિવૂડમાંથી કોણે બેઠું ઉઠાવ્યું છે તેના નમૂના' સહિતની સામગ્રી ફરતી રહે છે, પરંતુ આજે આપણે અમુક એવાં ગાયનોની વાત કરી રહ્યાં છીએ , જેમાં ખુદ એક સંગીતકારે બીજા સંગીતકારને પૂછીને અથવા કહીને તેની ધૂનમાગી લીધી’ હોય!

પહેલું જ ઉદાહરણ શંકર -જયકિશન અને સચિનદેવ બર્મનનું છે. ફિલ્મ ચોરી ચોરી'નું પેલું ખૂબ જ મશહૂર થયેલું ગીતરસિક બલમા, દિલ ક્યું લગાયા…’ જ્યારે રેકોર્ડ થઈ રહ્યું હતું ત્યારે કોઈ કામસર સચિનદા એ સ્ટુડિયોમાં આવ્યા હતા. આ ગીત સાંભળતાં જ એમને એટલું બધું ગમી ગયું કે એમણે શંકર – જયકિશનને કહ્યું : મુખડાના સૂર મને એટલા બધા ગમી ગયા છે કે મને તે લઈ લેવાનું મન થાય છે!' શંકર- જયકિશન તો એમના જુનિયર હતા અને સચિનદાને ખૂબ જ માન આપતા હતા. એમણે કહ્યું :દાદા, આપ હી કા ગાના હૈ, જિતના ચાહે ઉતના લે લો.!’

-અને ખરેખર, સચિનદાએ એ જ સૂરો ઉપરથી ગીત બનાવ્યું : `ચાંદ ફિર નિકલા… મગર તુમ ન આયે…’ (ફિલ્મ : પેઈંગ ગેસ્ટ) તમે આ બંને મુખડા ગણગણી જોશો તો ખ્યાલ આવશે કે કેટલી બધી સમાનતા છે! એટલું જ નહીં, એક ગીતનો અંતરો પૂરો કરીને જો તમે બીજા ગીતનું મુખડું ગાશો તો લાગશે કે આ જ એનું મુખડું હશે!’

બીજો કિસ્સો એવો છે કે ધૂનની ચોરી કરનારે જાતે કહ્યું ત્યારે જ ધૂનના અસલી રચયિતાને ખ્યાલ આવ્યો કે `અરે, હાયલ્લા… આ તો મારી જ ધૂન!’

વાત એમ હતી કે એ જમાનાના મશહૂર સંગીતકાર રોશન એકવાર સચિનદેવના ઘરે પધાર્યા હતા. વાતો વાતોમાં સચિનદાએ કહ્યું તમારી મમતા' ફિલ્મનાં ગીતો ખૂબ સુંદર બન્યા છે. એમાંય ખાસ કરીને પેલું,રહેં ના રહેં હમ…’ તો ગજબનું છે.! ‘

આ સાંભળીને રોશનજી કહે છે : દાદા, એ તો તમારી જ ધૂન છે!' સચિનદા વિચારમાં પડી ગયા... રોશને યાદ દેવરાવ્યું:તમાં નૌજવાન' ફિલ્મનું ગીત છે ને?ઠંડી હવાએં, લહરા કે આયેં…’

હવે આખો ખેલ જુઓ… નૌજવાન' આવી હતી (1951)માં અનેમમતા’ આવી (1966)માં મતલબ કે પૂરાં પંદર વરસ પછી એક સંગીતકારે બીજા સંગીતકારની ધૂન `લીધી’ (કહ્યા વિના) છતાં મૂળ સંગીતકારને એની ખબર નહોતી! આ તો કહ્યું ત્યારે ખબર પડી!

જોકે, એ જમાનામાં આવી સરસ મજાની ખેલદિલી હતી કે એક દિગ્ગજ સંગીતકાર બીજા એટલા દિગ્ગજ સંગીતકાર સામે આવું કબૂલ કરે! એટલું જ નહીં, સિનિયર સંગીતકાર આખી વાતને હસવામાં કાઢી નાખે!

જોકે વાત અહીં પૂરી નથી થતી. આ આખો કિસ્સો રાહુલ દેવ બર્મને દૂરદર્શન'ના જમાનામાં તબસ્સુમનેઓન ટીવી’ કહ્યો હતો. એમાં ઉમેરો કરતાં રાહુલ દેવે કહ્યું કે એ જ ધૂન મેં બાપ કા માલ' સમજીનેસાગર’ ફિલ્મમાં વાપરી છે! ગીત છે `સાગર કિનારે, દિલ યે પુકારે…’ !

આમ જોવા જાવ તો રાહુલદેવ જરા અર્ધસત્ય બોલ્યા કહેવાય, કારણ કે આ જ સાગર' ફિલ્મવાળી ધૂન, જીહા, ડીટ્ટો અંતરા સાથેની આ ધૂન, અગાઉ તેનરમ ગરમ’ (1981) નામની ફિલ્મમાં પણ વાપરી ચૂક્યા હતા! પરંતુ એ ગાયન કંઈ ખાસ જાણીતું થયું નહોતું. એટલે સાગર' 1985માંબાપનો માલ’, જે હવે `પોતાનો માલ’ થઈ ગયો હતો, તેને બીજી વખત ઠપકારી દીધો હતો!

આવી સામેથી કહીને ઠપકારેલી ધૂનના કિસ્સામાં એકવાર કિશોકકુમારે સચિનદેવ બર્મનને રીતસર લૂંટી' લીધા હતા. આ કિસ્સો છેછૂપા સ્તમ’ (1973)નો. વાત એમ હતી કે ફિલ્મમાં એક હળવા કોમેડી ગાયનની સિચ્યુએશન હતી, અહીં ગીતકાર નીરજ ઉપરાંત કિશોરકુમાર પણ હાજર હતા. ગીતના શબ્દો શું હોઈ શકે એની ચર્ચા ચાલતી હતી ત્યાં કિશોરકુમારે સચિનદાનું જ એક જૂનું ગીત પોતાની રીતે તોડી-મરોડીને ગાવા માંડ્યું! જૂનું ગીત હતું ધીરે સે જાના બગિયન મેં, રે ભંવરા...' (1940નું ગૈર ફિલ્મી ગીત) એનું તોફાની વર્ઝન કિશોરકુમારે બનાવ્યુંધીરે સે જાના ખટિયન મેં, ઓ ખટમલ!’

આપણે કલ્પના કરી શકીએ છીએ કે સચિનદા પહેલાં તો ડઘાઈ ગયા હશે! પરંતુ પછી થયું હશે કે `છેવટે તો હું જ મારા ગીતની પેરોડી બનાવી રહ્યો છું ને? એમાં મારે માં જ ખોટું શેનું લગાડવાનું?’

ટૂંકમાં, એકવાર મુખડું ગમી ગયા પછી અંતરા લખવામાં કોઈ મુશ્કેલી નડી નહીં. કિશોરકુમારની આ પેરોડી ઘુસાડવાની આદતનો શ્રેષ્ઠ નમૂનો છે પડોસન' (1968)નું મશહૂર તોફાની ગાયનએક ચતૂર નાર કરકે સિંગાર…!’ એમાં પણ કિશોરકુમાર અચાનક ઓ મેરી બિંદુ... મેરી પ્યારી બિંદુ...' ગાવા લાગે છે તે પણ સચિનદાનું જ એક જૂનું, લગભગ ખોવાઈ ગયેલા ગીતનુંમચડી નાખેલું’ વર્ઝન છે! અહીં સંગીતકાર આરડી બર્મન જ હતા એટલે ચોરી, લૂંટ, ઉઠાંતરી જે શબ્દો વાપરવા હોય તે, ખુલ્લ દિલથી વાપરી શકાય તેમ હતું!

તમને થતું હશે કે આ તમામ કિસ્સા સચિનદેવ બર્મનના જ કેમ છે? તો તેમાં એવું છે કે આજના પ્રીતમ, વિશાલ શેખર કે અનુ મલિક તો જાહેરમાં કહી જ ના શકે ને, કે `ફલાણું ગાયન મેં ફલાણા વિદેશી ગાયનમાંથી તફડાવ્યું હતું!’

આ પણ વાંચો : સાત્વિકમ્‌ શિવમ્- તમારી હાજરીમાં મીઠું’ બોલે ને એ જ ગેરહાજરીમાં મીઠું’ ભભરાવે…!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button