મેટિની

માયાનગરીનું મેજિકલ વર્લ્ડ છે ઓડિશન

અહીં નવી વ્યક્તિને એમ કહેતા સાંભળશો કે તે સ્ટ્રગલ કરી રહ્યા છે. બોલીવૂડની ભાષામાં તેનો અર્થ એ થાય છે કે તે કામ મેળવવા માટે અલગ અલગ સ્ટુડિયોમાં ઓડિશન આપી રહ્યો છે.

સાંપ્રત -ડી. જે. નંદન

દેશની સૌથી મોટી ફિલ્મ ઇન્ડસ્ટ્રી બોલીવૂડમાં દરરોજ સેંકડો લોકો ગ્લેમરની દુનિયામાં પોતાનાં સપનાં પૂરાં કરવાં માટે આવે છે. દરરોજ ક્યાંક ને ક્યાં ઓડિશન આપી રહ્યા હોય છે. વાસ્તવમાં ઓડિશન બોલીવૂડમાં લોકો વચ્ચે સૌથી વધુ ઉપયોગમાં લેનાર શબ્દ છે. તમે અહીં નવા વ્યક્તિઓને વારંવાર એમ કહેતા સાંભળશો કે આજકાલ તે સ્ટ્રગલ કરી રહ્યા છે. બોલીવૂડની ભાષામાં તેનો અર્થ એ થાય છે કે તે હાલના દિવસોમાં કામ મેળવવા માટે અલગ અલગ પ્રોડક્શન હાઉસ અને સ્ટુડિયોમાં ઓડિશન આપી રહ્યો છે. વાસ્તવમાં ઓડિશન આપવું એ પણ એક કામ છે. જો તમે બોલીવૂડમાં નવા છો તો તમારે અહીં કામ મેળવવા માટે વિવિધ પ્રોડક્શન હાઉસમાં પોતાનો બાયોડેટા અને તસવીરો આપી આવો છે. તો ઓડિશન માટે ક્યાંક ને ક્યાંકથી ફોન આવતો રહેશે. જેનો અર્થ એ થયો કે જ્યાંથી તમને ઓડિશન માટે ફોન આવ્યો છે ત્યાં તમારો એક લાઇવ સ્ક્રીન ટેસ્ટ લેવા માંગે છે જેથી તે જાણી શકે કે તમે કેમેરાની સામે કેવા લાગો છે. તસવીરોમાં તમારી લાઇવ પ્રેઝન્સ કેવી છે એટલે કે તમારો સ્ક્રીન વ્યક્તિત્વ કેવું છે. વાસ્તવમાં આ ઓડિશન હોય છે, આ માટે તમારે અલગ અલગ પ્રોડક્શન હાઉસેસ તરફથી બોલાવવામાં આવે છે.

ઓડિશન દરમિયાન તમને કેટલીક લાઇનો આપવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તમે પોતાની રીતે તેને બોલીને બતાવો. જ્યારે તમે કેમેરાની સામે કેટલીક લાઇનો બોલો છો તો તમારા હાવભાવને જોવામાં આવે છે કે તમે ખાસ કરીને તે પાત્રમાં ડાયલોગ બોલતા કેવા લાગો છો અને જો ડાયરેક્ટર જેવી કલ્પના કરે છે તેવા ડાયલોગ તમે બોલી બતાવો છો તો તે તમારી પસંદગી થઇ જશે. અનેકવાર તમને એક સ્ક્રીપ્ટ આપવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તમે તેનું વિશ્લેષણ કરો. એટલા માટે તમને એ સ્ક્રીપ્ટના વિશેષ પાત્રો અંગે અલગ અલગ રીતે સવાલ પૂછવામાં આવે છે અને તમારા જવાબોથી એ અંદાજ લગાવવાનો પ્રયાસ કરવામાં આવે છે તમે સ્ક્રીપ્ટને કેવી રીતે અનુભવ કરો છો. ઓડિશન એક મુશ્કેલ, કંટાળાજનક અને થકવી દે તેવું કામ છે. અનેકવાર કોઇ અભિનેતા ડઝનેક જગ્યાએ ઓડિશન આપે છે અને કોઇ જગ્યાએથી તેને બોલાવવામાં આવતો નથી. એવામાં ફ્રસ્ટેશન થાય છે. પરંતુ જે ઓડિશન બાદ સારો રિસ્પોન્સ મળે છે તેઓ સામાન્ય રીતે રિકોલ કરવામાં આવે છે.

રિકોલ કાસ્ટિંગનો અર્થ એ છે કે તમે પ્રથમ તબક્કામાં પાસ થઇ ગયા છો. હવે તમારે બીજા તબક્કા માટે મહેનત કરવામાં લાગી જવું પડશે. અનેકવાર એવું હોય છે કે તમારું ઓડિશન ડાયરેક્ટે લીધું હોય છે અને તેણે પ્રોડ્યુસર સાથે વાત કરી હોય છે કે તમે યોગ્ય છો. એવી સ્થિતિમાં પ્રોડ્યુસર ઇચ્છે છે કે તે પણ જોઇ લે કે જે ડાયરેક્ટ તમારી પ્રશંસા કરી રહ્યા હોય છે યોગ્ય છે કે નહીં. એવામાં તમને બીજા તબક્કામાં ઓડિશન માટે બોલાવવામાં આવે છે. જો પ્રોડ્યુસરને લાગે છે કે ડાયરેક્ટર તમારી પ્રશંસા કરી રહ્યા હતા તે યોગ્ય હતી તો તમને તે રોલ માટે સાઇન કરી દેવામાં આવશે પરંતુ અનેકવાર પ્રથમ તબક્કામાં તમે પાસ થઇ ચૂક્યા હોવ છો અને બીજા તબક્કામાં નિષ્ફળ જાવ છો. એટલા માટે કાસ્ટિગ રિકોલ માટે એટલે કે બીજી વખત જ્યારે તમને બોલાવવામાં આવે છે ત્યાં સુધી ૧૦૦ ટકા આશાઓ ના રાખો. જ્યાં સુધી તમને રોલ મળી ના જાય અને તમારી સાથે કરાર સાઇન કરવામાં ના આવે ત્યાં સુધી કાંઇ પણ થઇ શકે છે.

નવા અભિનેતાઓએ ઓડિશનના સમયગાળામાં કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. મતલબ કે જો તમે ક્યાંક કામ મળવાની આશાએ ઓડિશન આપો છો તો તમારામાં એટલો આત્મવિશ્વાસ હોવો જોઇએ કે તમે તે પાત્ર મેળવવા માટે યોગ્ય ઉમેદવાર છો.

જો તમારા વ્યક્તિત્વમાં એટલો આત્મવિશ્વાસ જોવા મળે છો તો વધુ ચાન્સ છે કે તમને એ ભૂમિકા મળી જશે. તે સિવાય ઓડિશન દરમિયાન કેટલીક સામાન્ય એટીકેટ હોય છે જેનું પાલન કરવું જરૂરી છે. જો કોઇ ડાયરેક્ટર કેટલાક વાક્યો આપે છે અને કહે છે કે તેને બોલીને બતાવો તો તમને એ વાક્યો મોઢે હોય તો પણ તમે એ અંદાજમાં રજૂ કરો જેમ તમને બોલવાનું કહેવામાં આવ્યું છે.
અગાઉથી જ કોઇ નિષ્કર્ષ કાઢવાનો પ્રયાસ ના કરો અને ભૂલથી પણ એમ બતાવવાનો પ્રયાસ ના કરો એ વાક્યો તમને અગાઉથી જ યાદ છે.

જ્યારે પણ ઓડિશન આપો છો તો તમારી એક્શનમાં સંપૂર્ણતા હોવી જોઇએ, જો તમારા કેરેક્ટરની શર્ટના ખિસ્સામાં પેન લાગેલી છે તો તમે ઓડિશન આપતા સમયે ખિસ્સામાં પેન લગાવવી જોઇએ. બાદમાં
તમારા મનમાં કોઇ અફસોસ ના રહી જાય કે જો તમે થોડી તૈયારી કરી હોય તો વધુ સારી રીતે
ઓડિશન આપી શકાયું હોત. તો તમે સિલેક્ટ થઇ ગયા હોત.

જ્યારે તમારા કોસ્ચ્યુમ ડિરેક્ટર કહે કે તમને યોગ્ય લાગે એ શર્ટ પસંદ કરી લો તો ધ્યાનમાં રાખો કે તમે હજુ સુધી ફિલ્મ માટે પસંદ થયા નથી અને ના તમને ફિલ્મમાં એક કે બે મિનિટના રોલ માટે લેવામાં આવી રહ્યા છે. એવામાં તમે જ્યારે પણ ઓડિશન આપવા જાવ તો એમ માનીને જાવ કે તમે આ ફિલ્મની મહત્વપૂર્ણ કડી છો. જ્યારે ઓડિશનને તમે ગંભીર થઇને લેશો તો ઓડિશન આપવાના ચક્કરમાંથી તમને મુક્તિ મળી જશે અને તમને બોલિવૂડનો ભાગ માની લેવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button