ફોકસ -રશ્મિ શુકલ
,
ઓસ્કર અવૉર્ડ વિજેતા મ્યુઝિક કમ્પોઝર એ. આર. રહમાનના ડિવોર્સના સમાચારે સૌને ચોંકાવી દીધા છે. વાઇફ સાયરા બાનુ સાથે ૨૯ વર્ષનાં લગ્નજીવન પર તેમણે ડિવોર્સની મહોર લગાવી દીધી છે. સોશિયલ મીડિયામાં ડિવોર્સની જાહેરાત કરતાંની સાથે જ તેમણે પ્રાઇવસી જાળવવાની વિનંતી કરી છે. બન્નેનાં નિકાહ ૧૨મી માર્ચે ૧૯૯૫માં થયાં હતાં. લગ્નજીવન દરમિયાન તેમને બે દીકરી અને એક દીકરો છે.
Also read: વર્ષ ૨૦૨૫ની આ મોસ્ટ અવેટેડ ફિલ્મ ધૂમ મચાવશે ?
સાયરા બાનુની વકીલ વંદના શાહે તે બન્નેનાં ડિવૉર્સની માહિતી આપી હતી. તેનું કહેવું છે કે આ નિર્ણય તેમણે ઇમોશનલ સ્ટ્રેસ હેઠળ લીધો છે. બન્ને વચ્ચે અપાર પ્રેમ હોવા છતાં પણ તણાવને કારણે એક અંતર આવી ગયુ હતું. ડિવોર્સની જાહેરાત ઇન્સ્ટાસ્ટોરી પર કરીને એ. આર. રહમાને લખ્યું કે, ‘અમને આશા હતી કે અમે લગ્નનાં ત્રીસ વર્ષ પૂરા કરીશું, પરંતુ નસીબમાં કાંઈક અલગ લખાયું હશે. તૂટેલાં હૃદયને કારણે તો કદાચ ઉપરવાળાનું આસન પણ ધ્રૂજી ગયું હશે. આમછતાં ટૂકડાંઓને તો ફરીથી જોડી નહીં શકાય. આ નાજુક સમયમાં અમારી પ્રાયવસીને સન્માન આપવા માટે સૌનો આભાર.’