મેટિની

આનંદમય ‘પ્રવાસ’ ગુજરાતી ફિલ્મ ‘પ્રવાસ’ને બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મનો એવોર્ડ

સુપ્રસિદ્ધ ફિલ્મસર્જક માજીદ મજીદી અને શર્મિલા ટાગોર જ્યુરીમાં હતાં

તાજેતરમાં ઢાકામાં યોજાયેલા ૨૨માં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં ગુજરાતી ફિલ્મ ‘પ્રવાસ’ બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મ ઘોષિત થઇ હતી. ઇરાનના વિશ્ર્વવવિખ્યાત ફિલ્મસર્જક માજીદ મજીદી તથા શર્મિલા ટાગોરની ઉપસ્થિતિમાં ‘બાદલ રહેમાન એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો. જાણીતા ગુજરાતી કલાકાર જય પંડ્યાની સ્કોરવિન ફિલ્મ્સ અને રાકેશ શાહ એન્ટરટેઇન્મેન્ટ દ્વારા નિર્મિત અને વિપુલ શર્મા લિખતિ- દિગ્દર્શિત ‘પ્રવાસ’ માત્ર બાળકો માટેની ફિલ્મ નથી પણ મોટેરાઓને પણ સ્પર્શે એવી પ્રેરણાત્મક ફિલ્મ છે.

‘પ્રવાસ’ ફિલ્મમાં અંતરિયાળ ગામમાં વસતા ગરીબ કુટુંબના એક બાળકના સપનાંની વાત છે…જેણે ક્યારેય શહેર જોયું નથી. શાળામાંથી અમદાવાદ પિકનિકમાં જવાનું નક્કી થાય છે ત્યારે કુટુંબની આર્થિક સ્થિતિ અને બાળકના સપનાને લઇને શરૂ થતી અતિ સંવેદનશીલ વાત ફિલ્મની કથાવસ્તુ છે. વિપુલ શર્માએ બાળકના આંતરિક અને બાહ્ય સપના અને પ્રવાસને ખૂબ સરસ રીતે વણી લીધા છે.

વિપુલ શર્માએ જણાવ્યું હતું કે ‘આ એક ખૂબ સંવેદનશીલ ફિલ્મ છે. મારા મનમાં આ વિષય ઘણા સમયથી હતો. યોગ્ય સમયની રાહ
જોતો હતો.’
પ્રવાસમાં બાળ કલાકાર વિશાલ ઠક્કરના પિતાની મુખ્ય ભૂમિકા ભજવનાર જય પંડ્યાએ કહ્યું કે ફિલ્મને મળેલા એવોર્ડથી અમને આવી બીજી ફિલ્મો બનાવવાની પ્રેરણા મળી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આપણી ભાષાની ફિલ્મ પહોંચે એનાથી વિશેષ બીજી કઇ ખુશી હોય.’ બાળ કલાકાર વિશાલ ઠક્કરે પીએમ નરેન્દ્ર મોદી, ‘સ્કૂપ,’ ‘વિઠ્ઠલ તિડી, ‘પપ્પા તમને નહીં સમજાય,’ ‘ચાર ફેરાનું ચકડોળ,’ ‘માય બેસ્ટ ફ્રેન્ડ દાદુ’ સહિતની ફિલ્મો અને સિરીઝમાં અભિનય કર્યો છે.

પ્રવાસ ફિલ્મે ઇટલીમાં યોજાયેલા રોબિન્સન ઇન્ટરનેશનલ
ફિલ્મ ફેસ્ટિવલમાં મળેલા એવોર્ડ ઉપરાંત હોંગકોંગ ઇન્ટરનેશનલ ફિલ્મ કાર્નિવલ, જર્મનીમાં માબીગ ફિલ્મ ફેસ્ટિવલ, મનિકર્નિકા ફિલ્મ ફેસ્ટિવલ ગોલ્ડન લાયન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, ઇન્ડિયન પેનોરમા ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રવાસ ખેડીને સંખ્યાબંધ એવોર્ડ પ્રાપ્ત કર્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button