ફોકસ : અભિનેત્રી વિદ્યા માલવદે: એ ભરપૂર ટ્રેજેડી ‘જીવી’!

-નિધિ ભટ્ટ
શાહરુખ ખાનની ફિલ્મ ‘ચક દે ઈન્ડિયા’માં જોવા મળેલી એક્ટ્રેસ વિદ્યા માલવદે ફિલ્મોમાં આવી એ પહેલાં એના જીવનમાં ઘણાં ઉતાર-ચડાવ આવ્યા છે. તેની પર્સનલ લાઇફ કોઈ ફિલ્મની સ્ટોરી જેવી જ છે.
2003માં તેણે ફિલ્મ ‘ઈન્તેહા’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ તેણે ‘કિડનેપ’, ‘નો પ્રોબ્લેમ’, ‘દસ તોલા’, ‘નામ’ અને ‘રૂસ્લાન’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તે રિયાલિટી શો ‘ખતરોં કે ખિલાડી’માં પણ જોવા મળી હતી.
ફિલ્મોમાં આવતા પહેલા તેની લાઇફમાં ઘણાં ટ્વિસ્ટ્સ આવ્યા હતાં. એ વિશે વિસ્તારમાં વાત કરીએ.
વિદ્યા ઍર હોસ્ટેસ હતી અને તેણે કેપ્ટન અરવિંદ સિંહ બગ્ગા સાથે 1997માં લગ્ન કર્યા હતાં. તેના ખુશહાલ જીવને અણધાર્યો વળાંક લીધો જ્યારે 2000ની 14 જુલાઈએ પ્લેન ક્રેશમાં તેના હસબન્ડનું નિધન થયું. 27ની ઉંમરે વિદ્યા પર દુ:ખોના પહાડ તૂટી પડ્યા. તે એટલી તો પડી ભાંગી કે તેણે આત્મહત્યા કરવાનો પણ વિચાર કર્યો હતો. જોકે મા-બાપનું વિચારીને તેણે આ પગલું ભરવાનું માંડી વાળ્યું.
તેણે મોડલિંગ કરિઅર શરૂ કરી. ત્યારબાદ તે ફિલ્મોમાં પોતાની કરિઅર બનાવવા માંડી.
લાઇફને આપ્યો સેક્ધડ ચાન્સ
ફિલ્મોમાં કામ કરવા દરમિયાન તેની ઓળખાણ ડિરેક્ટર સંજય દાયમા સાથે થઈ. ધીમે-ધીમે તેમની આ ઓળખ પ્રેમમાં પરિણમી અને બંને લગ્ન કરીને ઠરીઠામ થયાં. આજે વિદ્યા તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં ઘણી ખુશ છે.
આ પણ વાંચો…ફોકસ: ઈરાની સિનેમા હોલિવૂડથી કઈ રીતે અલગ પડે છે?