મેટિની

ઍકશન ફિલ્મ્સ એમની ને આપણી

આ વિષય પર તો એક આખું પુસ્તક લખી શકાય, પણ આજે તો એક ઝલક માત્ર !

ડ્રેસ-સર્કલ -નિધિ શુકલ

થોડા સમય પહેલાં તમે સાઈ-ફાઈ’ તરીકે ઓળખાતી સાયન્સ ફિલ્મો વિશે અવનવી કથા વાંચી. ૨૦૨૩ની સુપર હીટ નીવડેલી કેટલીક વિજ્ઞાન ફિલ્મોની અને આ નવા વર્ષે -૨૦૨૪ના આવનારી નવી સાઈ-ફાઈની પણ ઝલક મેળવી.

વિદેશોની સરખામણીએ આપણે ત્યાં હજુ પણ વિજ્ઞાનકથા પર આધારિત ફિલ્મો બનાવવાનું અને બને તો જોવાનું ચલણ ખૂબ જ ઓછું છે. ફિલ્મો તો ઠીક, આપણે ત્યાં ટીવી સિરિયલ્સ કે વેબ-શો પણ નહીંવત છે. પાંચ-આઠ વર્ષે એકાદ ટીવી શો આવી જાય તો ભયો..હયો!

હા, આપણે વિદેશી ઍકશન ફિલ્મ્સથી ઘણા પ્રભાવિત છીએ. ઍકશન -મારફાડ ફિલ્મો આપણા દર્શકોને વધુ પસંદ છે.એ પછી દિલ્હી-જામનગરનો પ્રેક્ષક હોય કે ઝુમરીતલૈયાનો..!
અગાઉ આપણા ફાઈટ માસ્ટરજી વિદેશી ફિલ્મોની ઍકશન-ઢિસુમ..ઢિસુમને બેઠી કોપી કરતાં પછી સ્ટંટમેન મધુ શેટ્ટીએ ફિલ્મોમાં ફાઈટ સિકવન્સ ગોઠવવી શરુ કરી.પછી તો વીરુ દેવગન (અજય દેવગનના પિતા) ના આગમન સાથે આપણે ત્યાં ઍકશન ફિલ્મોનો સિનારિયો ઝડપથી પલટાવા માંડ્યો. વચ્ચે વચ્યે આપણા ખમતીધર નિર્માતાઓ વિદેશના ફાઈટ સિકવન્સ કોરિયોગ્રાફર’ ને બોલાવતા ખરા,પણ પછી તો વિદેશ તેમજ હવે આપણે ત્યાં ઍકશન્સનાં દ્રશ્યો માટેની સ્પેશિયલ VFX ( Vishul Effects ) સ્ટુડિયોમાં તૈયાર થવા લાગ્યા. અહી સ્ટ્ંટ માટે ડુપ્લિકેટ કલાકારોની ઓછી જરુર પડતી.

આપણે હવે તો ઍકશન ફિલ્મોમાં મહારથી થઈ ગયા છીએ. ઓરિજનલ ફાઈટ માસ્ટર મધુ શેટ્ટીના પુત્ર રોહિત શેટ્ટી તો આ કળામાં એવા માહેર થઈ ગયો છે કે સ્ક્રિન પર પાંચ -પંદર કાર-ટ્રકને ઉછાળીને એનો ખુરદો બોલાવી દેવો એ તો એના બાંયે હાથ કા ખેલ છે.

અલબત્ત, બે -પાંચ કારને VFXદ્વારા સ્ક્રિન પર કઈ રીતે ૧૫-૨૦ દેખાડવી એને બરાબર આવડે છે !

આ જ નહીં, માત્ર ૨૦૨૩ની ચાર-પાંચ આપણી હિન્દી ફિલ્મોની વાત કરીએ તો એનિમલ-જવાન -પઠાણ -ગદર-ટુ’ -ટાઈગર-૩’ જેવી ઍકશન -મારફાડ ફિલ્મોએ આ અને અગામી હિન્દી ફિલ્મજગતની દશા ને દિશા બદલી નાખી છે અને ૨૦૨૪નો પ્રારંભ પણ રીતિકની ફાઈટર’ થી અચ્છો થયો છે. લાગે છે – આવી એકશન ફિલ્મો હિન્દીજગતને આર્થિક સંકટમાં ઉપકારક નીવડશે
૨૦૨૪માં આવનારી આપણી ઍકશન ફિલ્મો વિશે તો અહીં અવારનવાર સમાચાર મળતા રહેશે, પણ બીજી તરફ, હોલિવૂડની એકશન મુવીઝના શું છે ખબર-અંતર ?

વેલ, થોડા મહિના પહેલાં હોલિવૂડના લેખકો

  • અન્ય કસબીઓની સ્ટ્રાઈક-હડતાળને લીધે ત્યાંની ઘણી ફિલ્મોનાં નિર્માણ અને લગભગ રેડી કહી શકાય એવી ફિલ્મોની રજૂઆત અટકી ગઈ હતી. હવે ધીરેધીરે એ ફિલ્મો પ્રદર્શિત થઈ રહી છે. એમાંથી કેટલીક ની ઝલક આપણે જોવી જોઈએ,જેમકે

બેડ એજ્યુકેશન :
મૂળ મેન્ડરિન ભાષાની આ એજ ચાઈનીસ ફિલ્મ છે.એમાં ત્રણ મિત્રોની વાત છે,જે હાઈ સ્કૂલમાંથી તાજા તાજા પાસ થયા છે. કોઈ એક નબળી ક્ષણે આ ત્રણેય અત્યાર સુધી ગુપ્ત રાખેલાં પાપ-ગુનાની એકમેક સામે કબૂલાત કરી લે છે. એકે પોતે ફાઈનલ પરીક્ષામાં કઈ રીતે ચિટિંગ કરીને-ચોરી કરીને સારા મર્ક્સે પાસ થયો એની વાત કરે છે.બીજો મિત્ર પોતે કરેલા એક બળાત્કારનું બયાન આપે છે તો ત્રીજા મિત્રએ જસ્ટ ફન માટે કોઈની હત્યા કેવીએ રીતે કરી એની કબૂલત કરે છે !

એ પછી આ ત્રણેય મિત્રો સાથે મળીની કેવાં કેવાં અપરાધ કરવા નીકળી પડે છે અની પછી શરૂ થાય છે એની ઍકશનથી ભરપૂર આ ફિલ્મ છે..

નુક્લ ગર્લ :
મૂળ કોરિયન વેબ -કાર્ટુન ફિલ્મ આધારિત આ ફિલ્મમાં એક બૉકસર યુવતીની વાત છે,જેની બહેનનું એક બોમ્બ ધડાકામાં મોત થયું હોય છે,પણ બૉકસર યુવતી માને છે કે એની બહેન મરી નથી-જીવતી છે એટલે એની શોધમાં આ બૉકસર નીકળે છે અને એને પગેરું મળે છે એક એવા ક્રૂર માફિયા ગેંગસ્ટરના જે ભ્રષ્ટ પોલીસ આધિકારીઓની સાથે શહેરમાં અપરાધ અને આતંકનું સામ્રાજય ફેલાવ્યું છે. એની સામે બોકક્ષર યુવતી રીતસરનો પંગો લે છે અને પોતાની બહેનના મોતનું રહસ્ય ઉકેલવાની સાથે પેલા ગેંગસ્ટરની ટોળકીને પણ ઝબ્બે કરાવે છે આ શોધ-પ્રતિશોધની ફિલ્મમાં એકશન ફિલ્મોના જિનિયસ -ગુરુ ગણાતાર એવા મૂળ જાપાની એકટર કનાટા હોસોડાની મદદથી આ સુપર હીટ પુરવાર થાય એવી ફિલ્મ તૈયાર થઈ છે.

સીરીહ અશી :
ઈન્ડોનેશિયાના જાણીતા ડિરેકટર ઉપ્પીની આ ફિલ્મએક એવી સુપર હીરોઈની છે, જેનું સર્જન એક જવાળામુખીના ફાટવાથી થયું છે. આ સુપર હીરો પછી તો જીવ અધ્ધર કરી દે એવાં કારનામા -પરાક્રમો કરી દેખાડે છે. અત્યાર સુધીના કહેવાતા સુપાર હીરો-જમાતને ય ફિક્કા પાદે દે!
આવી તો હજુ અન્ય ઍકશન મુવીઝ ૨૦૨૪માં આવી રહી છે એમેની દિલધડક દાસ્તાન હવે પછી કયારેક આ જ કોલમમાં!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button