એનર્જીનો ધોધ અસ્ખલિત ભાષાપ્રવાહ એટલે કિંગ શાહરૂખ ખાન
સ્ટાર-યાર-કલાકાર -સંજય છેલ

શાહરૂખ ખાનની જ્યારે હું વાત કરું છું ત્યારે મને એક
જ શબ્દ સૂઝે છે : પોઝિટિવિટી અને ઊર્જાનો ધોધ.
શાહરૂખ ખાનને મળો ત્યારે તમે પણ બીજા છ મહિના માટે રિ-ચાર્જ થઈ જાવ. શાહરૂખ સાથે કામ કરતા હો ત્યારે તમે એમ જ ફીલ કરો કે તમે જગતના બેસ્ટ કલાકાર છો. બેસ્ટ માણસ છો…
શાહરૂખ પાસે જે ભાષાનું પ્રભુત્વ છે એવું ઓછા પાસે છે. હિન્દી, ઉર્દુ, ઇંગ્લિશ અને થોડું સંસ્કૃત સુધ્ધાં. હિંદુસ્તાનના સ્ટાર્સમાં આજે જો સૌથી વધારે કોઇએ વાચ્યું હોય તો આજે એ શાહરૂખ ખાન છે. તમે વિશ્ર્વનું કોઇ પણ જાણીતું નાટક કે નવલકથા કહો, સાહિત્યની વાત કરો, એને ખબર હોય છે. મોટાભાગના સ્ટાર હિંદી લિપી વાંચી શકતા નથી કે વાંચતા
જ નથી, પરંતુ શાહરૂખ સંવાદો માટે હિંદીમાં લખવાનો જ હઠાગ્રહી છે.
એકવાર મેં એને કહ્યું કે ‘મેં તારા પર આર્ટિકલ લખ્યો છે.’ તો તરત જ એણે મને કહયું : ‘તુને તો ગુજરાતી મેં લીખા હોગા ના? ઉસકા રૂપાંતર કર કે ભેજના.’ જુઓ, એણે ટ્રાન્સલેટ કે ભાષાંતર ના કહ્યું પણ રૂપાંતર કહ્યું, કારણ કે એ મૂળભૂત નાટકનો માણસ છે. એને ખબર છે કે ભાષાતંર અને રૂપાંતર અલગ છે…
‘સર્કસ’ સિરિયલ દરમિયાન અમે ક્રિકેટ રમતા ત્યારે એ પૂછતો: ‘યાર, આમિર ખાન, મોટા એક્ટર છે થિયેટરના ?’
મેં કહ્યું : ના.
શાહરૂખે કહ્યું: રૂજોજે, એક દિવસ છે ને હું આમિરની છુટ્ટી કરી નાખીશ !’ ત્યારે અમને હસવું આવતું કે આમિર તો ત્યારે ઓલરેડી સ્ટાર હતો, પણ શાહરૂખમાં કમાલનો કોન્ફિડન્સ જુઓ, મુંબઇ આવીને છ જ મહિનામાં કરીને દેખાડ્યું.
મેં શાહરૂખની સાથે લેખક તરીકે ‘યસ બોસ’, ‘ફિર ભી દિલ હૈ હિંદુસ્તાની’, ‘ચલતે ચલતે’ …એમ ત્રણ-ચાર ફિલ્મ કરી, ઘણાં સ્ટેજ-શો, એડ-ફિલ્મ્સ, કેબીસી જેવા ટી.વી.શો પણ કર્યા. ‘રાજુ બન ગયા…’ અને ‘કભી હાં