શો-શરાબા: સિનેમામાં નવા વિચારોની ખોટ કે સલામતીનો શોર્ટકટ?

હોલિવૂડમાં નોસ્ટાલ્જિયા ઝિંદાબાદ
દિવ્યકાંત પંડ્યા
આજકાલ જો કોઈ હોલિવૂડ ટે્રલર જુએ તો પહેલો જ વિચાર આવે છે, આ તો ક્યાંક જોયું નથી? લગભગ દરેક મોટો સ્ટુડિયો આજે એ જ રસ્તે છે: સિક્વલ, રીબૂટ, સ્પિન-ઓફ કે સિનેમેટિક યુનિવર્સ. ફ્રોઝન',
ઇનસાઇડ આઉટ’, જોકર',
બીટલજ્યુસ બીટલજ્યુસ’….. આ બધું જાણીતું, બધું ફરી વખત. એવું લાગે કે હોલિવૂડ હવે નવું જોખમ લેતાં ડરે છે.
પહેલાં ફિલ્મમેકિગમાં સ્ટોરીટેલિંગ સૌથી મોટું હથિયાર હતું. હવે બ્રાન્ડ છે. કોઈ પણ સ્ટુડિયો આજકાલ ફિલ્મ બનાવતાં પહેલાં એમ વિચારે છે કે ફિલ્મનું યુનિવર્સ કેટલું લાંબું ચાલશે. એ જ કારણ છે કે માર્વેલ',
ડીસી’, એવેટાર',
ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ’, મિશન ઇમ્પોસિબલ’; જેવી ફ્રેન્ચાઇઝ એક પછી એક સિક્વલ બનાવે છે. એ ફિલ્મ્સ કલેક્શન તો આપે છે, પણ સાથે સાથે નવા વિચાર માટે જગ્યા નથી રહેતી.
જેમ ઇનસાઇડ આઉટ’ આવ્યું, એમ લોકો ખુશ થયા કે તેઓ પોતાના બાળપણની યાદો સાથે ફરી જોડાઈ શકે છે , પણ ઘણા એમ પણ કહે છે કે એ ફિલ્મમાં ફક્ત એક જાણીતી દુનિયા ફરી દેખાડવામાં આવી હતી. એ જ સેફ ઝોનમાં હોલિવૂડ આજે છે. બેટમેન',
સ્પાઇડરમેન: નો વે હોમ’, ડોક્ટર સ્ટે્રન્જ’, જેવી ફિલ્મ્સમાં પણ એમ જ છે, થોડું નોસ્ટાલ્જિયા, થોડું સ્પેક્ટેકલ. હોલીવૂડ ફોર્મ્યુલા ફોલો કરતું વધુ થઈ ગયું છે. એટલે જે ફિલ્મ ચાલે, એની સિક્વલ બનાવો. જે નામ લોકપ્રિય હોય, એને ફરી રીબૂટ કરો. હા, અપવાદો છે.
જયારે સિનર્સ’ જેવી કોઈ ઓરિજિનલ ફિલ્મ આવી ત્યારે ક્રિટીક્સ અને ઓડિયન્સ સૌએ વાહ વાહ કરી. જેમ ઑપનહાઇમ'; કે
બાર્બી’; જેવી ફિલ્મ્સે સંપૂર્ણ નવા દૃષ્ટિકોણથી વાર્તા કહી. બંને ફિલ્મ્સે બોક્સ ઑફિસ પર ધમાલ મચાવી. આ દર્શવે છે કે લોકો નવી વાત સાંભળવા તૈયાર છે તો પણ મોટા સ્ટુડિયો માટે એ એક રિસ્ક છે. બાર્બી’; જેટલી હિટ થાય તેટલીધ માર્વેલ્સ’; ફ્લોપ જાય, એટલે બધું ફરી સેફ ઝોનમાં પાછું.
હવે પ્રશ્ન એ છે કે ઑડિયન્સ આ બધું કેમ સ્વીકારી લે છે? એક કારણ એ છે કે લોકો હવે ફિલ્મને ઈવેન્ટ તરીકે નહીં, એક્સપીરિયન્સ તરીકે જુએ છે. એ પોતાના ફેવરિટ કેરેક્ટર્સને ફરી જોવા ઈચ્છે છે. ડિઝની માટે એનિમેશનને લાઈવ- ઍક્શનમાં રીમેક કરવાનું સૌથી મોટું કારણ એ જ છે કે લોકોનું પહેલેથી ઇમોશનલ કનેક્શન છે. જેમ કે ધ લાયન કિગ',
બ્યુટી એન્ડ ધ બિસ્ટ’, `અલાદીન’ જેવી ફિલ્મ્સ હવે નવી ટેકનોલોજી અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સ સાથે ફરી રજૂ કરવામાં આવી રહી છે.
ડિઝની જાણે છે કે દરેક નવા વર્ઝનમાં એક નોસ્ટાલ્જિયા ફેક્ટર તો રહેશે જ, પણ સાથે નવી જનરેશન માટે તે વિઝ્યુઅલી આકર્ષક પણ બનશે. એનિમેશન ફિલ્મ્સનું સૌંદર્ય એવું છે કે એ ટાઈમલેસ હોય છે, પણ હવે ડિઝની એના પરથી નવું કમર્શિયલ મેજીક તૈયાર કરી રહ્યું છે.
આજની પેઢી ઓટીટી પર રોજ નવી ફિલ્મ જુએ છે, પણ સિનેમા હોલમાં જવા માટે એને કંઈક મોટું કારણ જોઈએ. અને એ મોટું કારણ એટલે એક મોટું ફ્રેન્ચાઇઝ નામ. એટલે એવેન્જર્સ',
જોકર’, બેટમેન',
જુરાસિક વર્લ્ડ’, ડેડપૂલ’; જેવી ફિલ્મ્સ ક્રાઉડ ખેંચે છે. લોકો વિચાર કરે છે કે હું થિયેટરમાં પૈસા આપું છું, તો કંઈક ગ્રાન્ડ જ જોઉં. એ માઇન્ડસેટને કારણે મીડીયમ બજેટની, ઓરિજિનલ કોન્સેપ્ટવાળી ફિલ્મ્સ થિયેટર સુધી પહોંચી જ નથી શકતી.
ઉદાહરણ તરીકે,
ધ ક્રિએટર’; (2023) જેવી ઓરિજિનલ સાય-ફાઇ ફિલ્મને ક્રિટીક્સે વખાણી, વિઝ્યુઅલ્સ પણ શાનદાર હતા, પણ ઓડિયન્સે એમાં ઇન્ટરેસ્ટ ન દેખાડ્યો. કારણ? એ કોઈ ફ્રેન્ચાઇઝનો ભાગ નહોતી. બીજી બાજુ `ડ્યુન: ભાગ 2′; જેવી સિક્વલ ફિલ્મને જબરદસ્ત એટેન્શન મળ્યું, કારણ કે એ પહેલેથી જ એસ્ટેબ્લિશ્ડ હતી. એટલે ક્નટેન્ટ હવે સેક્નડ પ્રાયોરિટી બની ગયું છે.
હોલિવૂડમાં ઘણા પ્રોડ્યુસર્સ કહે છે કે ઑડિયન્સ હવે કમ્ફર્ટ ઝોન એન્ટરટેઇનમેન્ટ ઈચ્છે છે. કોઈ નવી દુનિયા સમજવામાં કે નવા કોન્સેપ્ટ સ્વીકારતું નથી, પણ એ જ વાત ફિલ્મમેકિગને ધીમે ધીમે પ્રેડિક્ટેબિલિટી તરફ લઈ જાય છે. તમે `જ્યુરાસિક પાર્ક’ની કોઈ પણ નવી ફિલ્મનું ટે્રલર જોતા પહેલા જ કહી શકો કે એક ટીમ ડાયનોસોર શોધવા નીકળશે, ડાયનોસોર મળશે પણ કાબૂ બહાર જશે અને અંતે બધું ઠીક થઈ જશે.
સવાલ એ છે કે, શું હોલિવૂડને હવે સર્જનાત્મક રીતે ફરી વિચારવાની જરૂર છે? શું એક સમયે જેમ 70ના દાયકામાં ટેક્સી ડ્રાઇવર'; કે
ધ ગોડફાધર’; જેવી ફિલ્મ્સ આવી હતી, એ સમય ફરી આવી શકે? આજે એ-24'; જેવી ઇન્ડી પ્રોડક્શન કંપનીઝ બતાવે છે કે ઓરિજિનાલિટી હજી મરી નથી, ઓસ્કર વિનિંગ ફિલ્મ
એવરીથિંગ એવરીવ્હેર ઑલ એટ વન્સ’; એ તેનો પુરાવો છે. એ ફિલ્મે ઓડિયન્સને બતાવ્યું કે એ ફ્રેન્ચાઇઝિંગ વગર પણ દુનિયા જીતી શકે છે.
ફિલ્મ ઈન્ડસ્ટ્રી આખરે ડ્રિમ ફેક્ટરી જ છે, પણ જો એ ફેક્ટરી એ જ સપનાં ફરી ફરી બતાવશે, તો એક દિવસ એ સપનાં જોનાર પણ થાકી જશે. હોલિવૂડ પાસે રિસોર્સિસ છે, ટેકનોલોજી છે, અને સ્ટોરીટેલિંગની લેગસી પણ છે. સિનેમા ફક્ત કોમર્સ નથી, એ ઈમેજિનેશનનો ઉત્સવ છે. અને જો એ ઈમેજિનેશન જ ખૂટી ગઈ, તો પછી હોલિવૂડ પણ ફક્ત એક પ્રોડક્શન મશીન બની જશે, ડ્રિમ ફેક્ટરી નહીં!
લાસ્ટ શોટ
`બ્યુટી એન્ડ ધ બીસ્ટ’ લાઈવ-એક્શન રીમેકે બોક્સ ઑફિસ પર 1.26 બિલિયન ડોલર્સની કમાણી કરી હતી.
આ પણ વાંચો…શો-શરાબાઃ લાઇટ્સ-કેમેરા…ઔર આરામ?!