મેટિની

૨૦૨૪નું વર્ષ સીક્વલ ફિલ્મોનું હશે

વિશેષ -ડી. જે. નંદન

વર્ષ ૨૦૨૪ સિનેચાહકો માટે બહુ રસપ્રદ રહેવાનું છે. જે ફિલ્મોની લાંબા સમયથી પ્રતિક્ષા હતી એ સંભવત: રિલીઝ થશે. આમાં ઋતિક રોશનની ‘ફાઈટર’થી માંડીને અજય દેવગનની ‘સિંઘમ અંગેન’નો સમાવેશ થાય છે. પહેલી સિરિઝની સફળતા જોઈને સાઉથની ‘પુષ્પા ૨’ પ્રત્યે પણ આકર્ષણ વધ્યું છે. સિદ્ધાર્થ આનંદની એરિયલ એક્શન ફિલ્મમાં ઋતિક રોશન ઉપરાંત દીપિકા પાદુકોણ અને અનિલ કપૂર મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ૨૫ જાન્યુઆરી ૨૦૨૪એ થિયેટરોમાં આવશે. આના પરથી અંદાજ આવશે કે જે રીતે દર્શકો ‘પઠાણ’, ‘ગદર-૨’, ‘જવાન’, ‘એનિમલ’, ‘ટાઈગર-૩’માં ઉમટ્યા હતા એ રીતે રસ દાખવશે અથવા તો કંગના રનોટની ફિલ્મ ‘તેજસ’ એક પણ ટિકિટિ ન વેચાવાને લીધે થિયેટરમાલિકોને શો રદ કરવો પડ્યો એવો નિરુત્સાહ દાખવશે.

રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સ સિરિઝ ‘સિંઘમ’ સફળ રહી છે. અજય દેવગન એની શીર્ષક ભૂમિકામાં છે. હવે આ સિરિઝમાં ‘સિંઘમ અગેન’ ૧૫ ઓગસ્ટ, ૨૦૨૪એ રિલીઝ થવાની છે. આમાં દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં છે. આગામી વર્ષની બે મુખ્ય ફિલ્મોમાં દીપિકાની ભૂમિકા અને અગાઉ પઠાણ અને જવાન જેવી સફળ અને ૧૦૦૦ કરોડ રૂપિયાની ફિલ્મનો ભાગ રહેવો તેના વધતા કદને સિદ્ધ કરે છે. લાગે છે કે ૨૦૨૪ સિકવલ ફિલ્મોનું રહેશે. ૨૦૨૧ની સફળ ફિલ્મોમાં પુષ્પાનો સમાવેશ થાય છે. આ ફિલ્મના બ્લોકબસ્ટર બનતાં એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે દક્ષિણની ફિલ્મો બોલીવુડ પર પ્રભુત્વ જમાવ્યું છે. જોકે આ મીથને ૨૦૨૩માં શાહરુખ ખાને યશસ્વી પુનરાગમન અને અભૂતપૂર્વ સફળતા વડે તોડી હતી. હા, આ સાથે એક વાત સ્વીકારવી પડે કે દક્ષિણની ફિલ્મોમાં ચાહકોનો રસ વધતો જાય છે . ખાસ કરીને એ કારણસર કે ટીવી ચેનલો પર દિવસરાત તમિળ અને તેલગુની ડબ થયેલી ફિલ્મો બતાડવામાં આવે છે. પુષ્પા-૨ માં અલ્લુ અર્જુન, રશ્મિકા મંદાના અને ફહદ ફાસિલ મુખ્ય ભિૂમકામાં છે. આ ફિલ્મ થિયેટરોમાં ૧૫ ઓગસ્ટ ૨૦૨૪માં રિલીઝ થશે અને તેનો મુકાબલો સિંઘમ અગેન સાથે થશે.

સ્ત્રી સિરિઝની સીક્વલ સ્ત્રી-૨ હૉરર કોમેડી ફિલ્મ છે અને આમાં ફરી રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર મુખ્ય ભૂમિકામાં છે અને આ પણ ૨૦૨૪માં રિલીઝ થવાની છે. બીજી સીક્વલ કમલ હાસનની ઈન્ડિયન-૨ છે જેનું નિર્દેશન એસ. શંકરે કર્યું છે. આમાં કાજલ અગ્રવાલની પણ મહત્ત્વની ભૂમિકા છે. કમલ હાસનની બીજી એક ફિલ્મ ‘ઠગ લાઈફ’ છે જેની કાગડોળેે રાહ જોવાય છે. આ કમલની ૨૩૪મી ફિલ્મ છે. આ એક્શન ફિલ્મ છે જેમાં જયમ રવિ, તૃષા અને દલકીર સલમાનની પણ ભૂમિકા છે. અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનીલ શેટ્ટીની ‘હેરાફેરી ૩’ સીક્વલ જેનું નિર્દેશન ફરહાદ સામજીએ કર્યું છે. અનીસ બજમીની ‘ભૂલ ભુલૈયા ૩’ સીક્વલ ૩૦ ઑક્ટોબર ૨૦૨૪એ રિલીઝ થશે અને આમાં કાર્તિક આયાન મુખ્ય ભૂમિકામાં હશે. બીજી રિલીઝ થનારી સીક્વલમાં ‘વૉર-૨’ (૨ ઍાક્ટોબર ૨૦૨૪), ‘ગોલમાલ-૫’ (૩ ઑક્ટોબર ૨૦૨૪), ‘હાઉસફુલ-૫’ (૧ નવેમ્બર ૨૦૨૪), ‘એન્ટરટેઈનમેન્ટ-૨’ (૧૨ નવેમ્બર ૨૦૨૪), ‘વેલકમ-૩’ (૨૫ ડિસેમ્બર ૨૦૨૪) અને ‘કિક-૨’ (૩૦ નવેમ્બર ૨૦૨૪).
દક્ષિણ ભારતની વધુ એક બહુપ્રતીક્ષિત ફિલ્મ ‘કલ્કી ૨૮૯૮ એડી’ છે જે ૧૨ જાન્યુઆરી ૨૦૨૪એ રિલીઝ થશે. આ સાયન્સ ફિક્શન ફિલ્મમાં દીપિકા પાદુકોણ છે. આનો અર્થ એ થયો કે તે બધે તેનો જલવો પાથરી રહી છે. ફિલ્મમાં પ્રભાસ, કમલ હાસન અને
અમિતાભ બચ્ચન પણ મુખ્ય ભૂમિકામાં છે. એવું પ્રતીત થાય છે કે ૨૦૨૪માં મદ્રાસ અને મુંબઈ ફિલ્મઉદ્યોગ વચ્ચેનું અંતર ઘટશે. ત્યાંની વધુ એક અગત્યની ફિલ્મ મૈરી ક્રિસમસ છે. શ્રીરામ રાઘવનની આ ફિલ્મમાં લીડ રોલમાં કેટરિના કૈફ અને વિજય સેતુપતિ છે. આ ફિલ્મ એક સાધારણ વ્યક્તિની સ્ટોરી છેે, જેમાં તેનું જીવન ક્રિસમસની પૂર્વસંધ્યાએ કાયમ માટે બદલાઈ જાય છે, જેમાં એક છોકરીના પ્રેમ માટે ગિરફતાર થયા બાદ તેનો પરિવાર પર ખતરો મંડરાય છે.

ડેવિડ ધવને અમિતાભ બચ્ચન અને ગોવિંદાને લઈને ‘બડે મિયા છોટે મિંયા’ નામની સફળ હાસ્ય ફિલ્મ બનાવી હતી. હવે અલી અબ્બાસ જફરે આ જ નામની એક્શન ફિલ્મ બનાવી છે, જેમાં અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ અને પૃથ્વીરાજ સુકુમારનની મુખ્ય ભૂમિકા છે. આ ફિલ્મ ૨૦૨૪માં રિલીઝ થવાની છે અને સંભાવના એ છે કે એક્શન ફિલ્મોના દોરમાં અક્ષય કુમારના સારા દિવસો પાછા ફરશે.
૨૦૨૩માં અક્ષયની ‘ઓએમજી ૨’ સિવાયની ફિલ્મો પીટાઈ ગઈ હતી. વર્ષ ૨૦૨૪માં રિલીઝ થનારી અન્ય એક ફિલ્મ ‘લાલ સલામ’ છે. આના નામ પરથી કોઈને એમ લાગે કે આ ફિલ્મ ડાબેરીઓને સંબંધિત છે, પરંતુ હકીકત એ છે કે આ એક સ્પોર્ટ્સ ડ્રામા છે જેમાં સુપરસ્ટાર રજનીકાંત ગેંગસ્ટર મોદીન ભાઈની ભૂમિકામાં છે, જે ક્રિકેટને સમર્થન આપે છે. આની સ્ટોરી તેજસ્વી ક્રિકેટરની આસપાસ ફરે છે જેઓ પડકારોનો સફળતાપૂર્વક સામનો કરે છે. બીજી એક રસપ્રદ વાત એ છે કે ફિલ્મના માધ્યમથી બંધારણની ધારાઓ પરની ટિપ્પણી. રાસિખ ખાનની ફિલ્મ ‘સેક્શન ૧૦૮’ બીજી ફેબ્રઆરી ૨૦૨૪એ રિલીઝ થવાની છે. આમાં નવાજુદ્દીન સિદ્દીકી, રેગિના જેવા કલાકારો છે. એજ રીતે ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૪એ રિમુ દાસગુપ્તાની ‘સેક્શન ૮૪’ રિલીઝ થશે. આમાં અમિતાભ, ડાયના પેંટી અન અભિષેક બેનર્જી મુખ્ય
ભૂમિકામાં છે.

૨૦૨૩ની સાલમાં ત્રણ બ્લોકબસ્ટર ફિલ્મ આપનાર શાહરુખ ખાનની કોેઈ ફિલ્મ આવવાની નથી, જ્યારે આમિર ખાનની એક ફિલ્મ ૨૦ ડિસેમ્બર ૨૦૨૪એ રિલીઝ થશે, જે રાજકુમાર હિરાનીએ બનાવી છે. જોકે હજી સુધી એનું નામ રખાયું નથી. ત્રીજા ખાન સલમાનની ‘કિક-૨’ ઉપરાંત ૨૫ ડિસેમ્બર ૨૦૨૪એ ‘પ્રેમ કી શાદી’ રિલીઝ થશે જેમાં તે ફરી સૂરજ બડજાત્યા સાથે કામ કરી રહ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો