મહારાષ્ટ્ર

સ્વરાજ ઈન્ડિયા પાર્ટીના સંસ્થાપક પર કર્યો હુમલોઃ ધક્કામુક્કી કરતા લખ્યું કંઈક એવું કે…

અકોલાઃ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી વચ્ચે સ્વરાજ ઈન્ડિયા પાર્ટીના સંસ્થાપક યોગેન્દ્ર યાદવ પર હુમલાની ચોંકાવનારી ઘટના બની છે. મહારાષ્ટ્રના અકોલામાં યોગેન્દ્ર યાદવની સભામાં વંચિત બહુજન આઘાડી (VBA)ના કાર્યકરોએ હંગામો મચાવ્યો હતો, જ્યારે સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ થયો ત્યારે યૂઝરે પ્રતિક્રિયાઓ આપી હતી.

અકોલાના કાર્યક્રમમાં ધક્કામુક્કી અને સૂત્રોચ્ચાર કર્યા બાદ ખુરશીઓ તોડી નાખવામાં આવી હતી. આ દરમિયાન યોગેન્દ્ર યાદવને કોઈક રીતે ત્યાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. યોગેન્દ્ર યાદવ ભારત જોડો અભિયાન અંતર્ગત અકોલા પહોંચ્યા હતા. યોગેન્દ્ર યાદવે એક્સ પર લખ્યું હતું કે આજે અકોલા (મહારાષ્ટ્ર)માં મારા અને ભારત જોડો અભિયાનના સાથીદારો પર થયેલો હુમલો દરેક લોકશાહી પ્રેમી માટે ગંભીર ચિંતાનો વિષય છે.

યોગેન્દ્ર યાદવે વધુમાં લખ્યું છે હતું કે ભારત જોડો અભિયાનના વિદર્ભ પ્રવાસ અંતર્ગત અમે બંધારણ અને અમારા વોટની રક્ષા વિષય પર એક કોન્ફરન્સ કરી રહ્યા હતા ત્યારે મને બોલતા રોકવા માટે ૪૦-૫૦ લોકોનું ટોળું સ્ટેજ પર ચઢી ગયું અને મારા તરફ આવ્યું. અમે બેઠા રહ્યા અને સ્થાનિક મિત્રોએ એક વર્તુળ બનાવીને અમારું રક્ષણ કર્યું.

આ પણ વાંચો : બાબા સિદ્દીકી હત્યાકેસ: ચાર આરોપીની પોલીસ કસ્ટડી 25 ઑક્ટોબર સુધી લંબાવાઇ…

પોલીસ આવ્યા બાદ પણ હુમલાવરોએ હુમલા અને તોડફોડ ચાલુ રાખી. સભા ત્યાં જ પૂરી થઈ ગઈ. છેલ્લા ૨૫ વર્ષમાં મહારાષ્ટ્રમાં ઘણી જગ્યાએ સભાઓ કરી છે, પરંતુ આવું પહેલા ક્યારેય બન્યું નથી. આ માત્ર મહારાષ્ટ્ર માટે જ નહીં પરંતુ બંધારણ અને લોકશાહીમાં માનનારાઓ માટે પણ દુઃખદ છે. આ ઘટના આપણા લોકતંત્રની રક્ષા માટેના મારા સમર્પણને વધુ મજબૂત કરે છે. જે મારા બોલવાથી ડરે છે, સાંભળો, હું અકોલા પાછો આવીશ.

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. રાજ્યમાં ચૂંટણીની જાહેરાત બાદ યોગેન્દ્ર યાદવ અકોલા પહોંચ્યા હતા. ભારત જોડો અભિયાનની જેમ તેઓ શહેરના જિલ્લા પરિષદ કર્મ ભવનના ઓડિટોરિયમમાં એક સભાને સંબોધિત કરી રહ્યા હતા. તેઓ બોલી રહ્યા હતા ત્યારે કેટલાક લોકોએ કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ પછી સ્થિતિ વણસી અને ઘણા લોકો સ્ટેજ પર ચઢી ગયા હતા.

ધક્કામુક્કી અને સૂત્રોચ્ચાર વચ્ચે યોગેન્દ્ર યાદવે ત્યાંથી જતા રહેવું પડ્યું હતું. પ્રકાશ આંબેડકરની આગેવાની હેઠળની વંચિત બહુજન અઘાડીના કાર્યકરોએ યોગેન્દ્ર યાદવને કોંગ્રેસને સમર્થન આપવા પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. પોલીસે આ ઘટનાની નોંધ લીધી છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker