સાતમા ધોરણમાં ભણતી વિદ્યાર્થિની સાથે કુકર્મ: શાળાના પ્રિન્સિપાલની ધરપકડ…

યવતમાળ: યવતમાળ જિલ્લાની શાળામાં ભણતી 13 વર્ષની વિદ્યાર્થિની સાથે કથિત કુકર્મ આચરવા બદલ પોલીસે પ્રિન્સિપાલની ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ વિદ્યાર્થિનીના પિતાએ શનિવારે નોંધાવેલી ફરિયાદને આધારે રવિવારે આરોપી પ્રિન્સિપાલની ધરપકડ કરવામાં આવી હતી.
ફરિયાદ અનુસાર ઘાઠણજી તાલુકામાં આવેલી જિલ્લા પરિષદની સ્કૂલના 47 વર્ષના પ્રિન્સિપાલે પહેલી મે, 2025થી આ વર્ષની પાંચમી ફેબ્રુઆરી દરમિયાન સાતમા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું જાતીય શોષણ કર્યું હતું.
આ પણ વાંચો…બળાત્કારના આરોપમાંથી મુક્તિ, પણ જાતીય ઇરાદો સ્પષ્ટ: કોર્ટે ત્રણ વર્ષની સજા ફટકારી
ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે આરોપી ફ્રૂટ્સ અને મેકઅપનો સામાન આપીને વિદ્યાર્થિનીને લલચાવતો હતો. વાતોમાં ભોળવી આરોપીએ બે વખત વિદ્યાર્થિની સાથે કુકર્મ કર્યું હતું. બનેલી ઘટના અંગે કોઈને જાણ કરી તો જાનથી મારવાની ધમકી પણ આરોપીએ આપી હતી.
આ પ્રકરણે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની દુષ્કર્મને લગતી કલમો અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)



