ત્રીજા ધોરણના વિદ્યાર્થીએ સ્કૂલના ટોઇલેટમાં આઠ વર્ષની વિદ્યાર્થિની સાથે આચર્યું દુષ્કર્મ

યવતમાળ: યવતમાળ જિલ્લામાં ત્રીજા ધોરણના નવ વર્ષના વિદ્યાર્થીએ તેના જ ક્લાસમાં ભણતી આઠ વર્ષની વિદ્યાર્થિની સાથે સ્કૂલના ટોઇલેટમાં દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવતાં વાલીઓમાં ડર ફેલાઇ ગયો હતો. વિદ્યાર્થી તથા તેને ગુનામાં મદદ કરનારી નવ વર્ષની વિદ્યાર્થિનીને તાબામાં લીધા બાદ તેમને બાળસુધારગૃહમાં મોકલી અપાયાં હતાં.
પીડિતા અને બંને આરોપી બાબુલગાંવ ખાતેની જિલ્લા પરિષદની સ્કૂલમાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે, જ્યાં 1 ઑગસ્ટે આ ઘટના બની હતી.
થોડા દિવસ બાદ પીડિતાએ ગુપ્તાંગમાં દુખાવો થતો હોવાની ફરિયાદ કરી હતી. આથી તેની માતા તેને હોસ્પિટલમાં લઇ ગઇ હતી, ડોક્ટરોને પીડિતાના ગુપ્તાંગમાં ઇજાઓ નજરે પડી હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: 12 વર્ષની બાળકીને હોર્મોન્સ વધારવાનાં ઈન્જેક્શન આપી 200 વખત દુષ્કર્મ કરાયું
પીડિતાની માતાએ આ પ્રકરણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવાયું હતું કે પીડિતાના ક્લાસના વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થિનીની મદદથી સ્કૂલના ટોઇલેડમાં પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું હતું.
પીડિતાની માતાએ 9 ઑગસ્ટે ફરિયાદ સાથે પોલીસનો સંપર્ક સાધ્યો હતો. તેની ફરિયાદને આધારે વિદ્યાર્થી અને તેની ક્લાસમેટ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તેમ જ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરાયો હતો, એમ અધિકારીએ કહ્યું હતું.
યવતમાળના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ કુમાર ચિંથાએ જણાવ્યું હતું કે અમને વિધિસર રીતે ફરિયાદ મળી છે, જેને આધારે કાર્યવાહી કરવામાં આવી છે.
(પીટીઆઇ)