આમચી મુંબઈમહારાષ્ટ્ર

વિરાર-અલીબાગ કોરિડોરનું કામ 9 વર્ષ પછી શરૂ, 4 કલાકનો પ્રવાસ હવે માત્ર 90 મિનિટમાં!

મુંબઈઃ છેલ્લા 9 વર્ષથી અટકેલા વિરાર-અલીબાગ કોરિડોરનું બાંધકામ આખરે ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ (MSRDC)એ ફરી 126 કિમી લાંબા આ પ્રોજેક્ટ પર કામ શરૂ કરવા માટે ટેન્ડર મંગાવવાની પ્રક્રિયા શરૂ કરી છે.

સરકારની લીલીઝંડી મળ્યા પછી ટૂંક સમયમાં ટેન્ડર મંગાવવામાં આવશે. ગયા મહિને, બિલ્ડ-ઓપરેટ-એન્ડ-ટ્રાન્સફર (BOT) સિસ્ટમ હેઠળ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાના બાંધકામના MSRDCના પ્રસ્તાવને સરકારની મંજૂરી મળી ગઈ હતી. સરકાર તરફથી લીલી ઝંડી મળ્યા બાદ કોર્પોરેશને આગળનું પગલું ભર્યું છે.

બાંધકામ માટે ટેન્ડર મંગાવવામાં આવશે

કોર્પોરેશને BOT હેઠળના પ્રોજેક્ટ અંગે સરકારને રિપોર્ટ સુપરત કર્યો છે. રિપોર્ટ મંજૂર થયા પછી, BOTનો ઉપયોગ કરીને વિરાર અલીબાગ કોરિડોરના બાંધકામ માટે ટેન્ડર મંગાવવામાં આવશે. આ પ્રોજેક્ટની ખાસ વાત એ છે કે વિરાર અને અલીબાગ વચ્ચેનો મુસાફરીનો સમય 4 કલાકથી ઘટીને લગભગ 90 મિનિટ થઈ જશે.

આ પણ વાંચો: વિરાર-અલીબાગ કોરિડોર માટે જમીન સંપાદનનું કામ થશે પૂરુ5 કલાકની મુસાફરી માત્ર દોઢ કલાકમાં થશે

પ્રોજેક્ટ ખર્ચ ખાનગી કંપની ઉઠાવશે

MSRDCના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર BOT મોડેલ હેઠળ ટેન્ડર તૈયાર કરવાની પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ગઈ છે. રિપોર્ટને સરકારની મંજૂરી ટૂંક સમયમાં મળવાની અપેક્ષા છે. OBT હેઠળ, સમગ્ર પ્રોજેક્ટ ખર્ચ સરકારને બદલે ખાનગી કંપની દ્વારા ઉઠાવવામાં આવશે. પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી, ટોલ દ્વારા ખર્ચ વસૂલ કર્યા પછી રસ્તો સરકારને સોંપવામાં આવશે.

2,000 કરોડની ગેરંટી આપવાનો નિર્ણય

આ પ્રોજેક્ટનો ડીપીઆર સૌપ્રથમ 2016માં તૈયાર કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ માટે ઘણી વખત ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા, પરંતુ કોઈ કંપનીએ રસ દાખવ્યો નહોતો. દરમિયાન, કંપનીઓએ થોડા મહિના પહેલા આમંત્રિત ટેન્ડરમાં 36 ટકા વધુ બોલી લગાવી હતી.

આ સમસ્યાના ઉકેલ માટે MSRDCએ BOT ધોરણે પ્રોજેક્ટ બનાવવાનો નિર્ણય લીધો છે. જમીન સંપાદન પ્રક્રિયા ઝડપી બનાવવા માટે સરકારે ₹ 2,000 કરોડની બેંક ગેરંટી આપવાનો નિર્ણય લીધો છે. આ રકમનો ઉપયોગ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરવા માટે કરવામાં આવશે.

126 કિમી લાંબો કોરિડોર બે તબક્કામાં બનાવાશે

126 કિમી લાંબો આ કોરિડોર બે તબક્કામાં બનાવવામાં આવશે. પ્રથમ તબક્કો પાલઘરમાં નવઘર અને પેણમાં બાલાવલી વચ્ચે 96.410 કિમીનો રસ્તો આવરી લેશે. એકવાર પૂર્ણ થયા પછી આ રસ્તો કલાકોને બદલે મિનિટોમાં MMRના કોઈ પણ ભાગ સુધી પહોંચવાનું શક્ય બનાવશે, કારણ કે આ રસ્તો એનપીટી, નવી મુંબઈ એરપોર્ટ, મુંબઈ-અમદાવાદ, મુંબઈ-નાશિક, મુંબઈ-પુણે એક્સપ્રેસવે, મુંબઈ-ગોવા હાઈવે, પનવેલ-JNPT અને અટલ સેતુ સાથે જોડવામાં આવશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button