જાલનામાં માથે પથ્થર ઝીંકી મહિલાની હત્યા: સગીર પકડાયો

જાલના: 41 વર્ષની મહિલાની માથે પથ્થર ઝીંકી હત્યા કરવા પ્રકરણે જાલના પોલીસે 13 વર્ષના સગીરને પકડી પાડ્યો હતો.
જાલનાના અંતરવલી ટેંભી ગામમાં 25 માર્ચે મીરા ઉર્ફે સંધ્યા બોંદરેનો હત્યા કરાયેલો મૃતદેહ તેના ખેતરમાંથી મળી આવ્યો હતો.
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે સંધ્યા બોંદરેએ તેની પડોશમાં રહેનારા સગીરને ઠપકો આપ્યો હતો, કારણ કે તે સંધ્યાના ખેતરમાં પાણી પહોંચતા અટકાવી રહ્યો હતો. એક વાર સંધ્યાએ ગુસ્સામાં સગીરનો મોબાઇલ પાણીમાં ફેંકી દીધો હતો.
આપણ વાંચો: રાજકોટ: કૂવામાંથી મળેલા બે વર્ષના બાળકની લાશનો ખૂલ્યો ભેદ, હત્યારાનું નામ જાણીને ચોંકી જશો
આ બાબતને લઇ સગીર રોષે ભરાયો હતો અને 25 માર્ચે બપોરે સંધ્યા તેના ખેતરમાં સૂતી હતી ત્યારે તેણે તેના માથામાં પથ્થર ઝીંકી દીધો હતો, જેમાં ગંભીર રીતે ઘવાયેલી સંધ્યાનું મૃત્યુ થયું હતું. પોલીસે સગીરને તાબામાં લઇ પૂછપરછ કરતાં તેણે ગુનાની કબૂલાત કરી હતી. સગીરને ત્યાર બાદ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ હાજર કરાયો હતો. (પીટીઆઇ)