ધાક-ધમકી આપી પુણેની પૂર્વ નગરસેવિકા સાથે બળાત્કાર અને બ્લેકમેલીંગ
પુણે: મૈત્રીના સંબંધોમાં પાડવામાં આવેલ ફોટો સોશિયલ મીડિયા પર લીક કરવાની ધમકી આપી એક પૂર્વ નગરસેવિકા પર બળાત્કાર થયો હોવાની ઘટના સામે આવી છે. આ કિસ્સામાં પર્વતી પોલીસે સચિન મચ્છિંદ્ર કાકડે (ઉંમર 43, રહે. સંતોષનગર કાત્રજ) પર ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ બાબતે એક પૂર્વ નગરસેવિકાએ પર્વતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી માહીતી મુજબ આરોપી કાકડે અને નગરસેવિકાના ફ્રેન્ડશીપના સંબંધો હતાં. સોશિયલ મીડિયા પર ફોટો અને વોઇસ નોટ શેર કરવાની ધમકી સચિન કાકડેએ આ નગરસેવિકાને આપી હતી. ત્યાર બાદ તેણે ધાક-ધમકીથી નગરસેવિકા પર વારંવાર બળાત્કાર કર્યો. 2017થી આ પૂર્વ નગરસેવિકાને ધમકાવી સચિન કાકડેએ તેના પર અત્યાચાર કર્યા હતાં.
માત્ર બળાત્કાર જ નહીં પણ સચિને આ પૂર્વ નગરસેવિકાને ધમકાવી તેની પાસેથી દસ લાખ રુપિયા પણ પડાવ્યા હતાં. ત્યાર બાદ સચિન વારંવાર આ મહિલાને ધમકી આપતો કે હું તારા પતિને આપડાં સંબંધો વીષેની જાણ કરીશ. અને આવી ધમકી આપીને તેની પાસે વારંવાર પૈસાની માંગણી કરતો. બે દિવસ પહેલાં સચિન આ મહિલાના ઘરે ગયો હતો. તેં બીજા લગ્ન કરી લીધા, તારા લીધે મારી પત્ની મને છોડીને જતી રહી છે એમ કહી સચિને આ મહિલાને ખૂબ માર માર્યો હતો. આકરે સચિનના ત્રાસથી કંટાળીને આ પૂર્વ નગરસેવિકાએ પર્વતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.