આર્મી ઓફિસરના સ્વાંગમાં લોકોને છેતરતી મહિલા પકડાઇ: શસ્ત્રો અને યુનિફોર્મ જપ્ત

છત્રપતિ સંભાજીનગર: છત્રપતિ સંભાજીનગરમાં આર્મી ઓફિસરના સ્વાંગમાં લોકોને છેતરનારી 48 વર્ષની મહિલાને પકડી પાડવામાં આવી હતી. મહિલા પાસેથી આર્મીનો યુનિફોર્મ તેમ જ શસ્ત્રો મળી આવ્યાં હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસે અનેક પુરસ્કાર, મોમેન્ટો, મેડલો અને કાર્યક્રમ માટેની આમંત્રણ પત્રિકાઓ પણ જપ્ત કરી હતી, જેમાં પોતે કેપ્ટન હોવાનો તેણે ઉલ્લેખ કર્યો હતો.
અહીંની દૌલતાબાદ પોલીસે પકડી પાડેલી મહિલાની ઓળખ રૂચિકા જૈન તરીકે થઇ હોઇ તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
મહિલા પાસેથી યુનિફોર્મ્સ, થ્રી સ્ટાર સાથે (રેન્ક દર્શાવવા માટે લગાવવામાં આવે છે) ‘પેરા’ શબ્દ લખેલો બેજ, નેમ પ્લેટ, ચાર મેડલ અને આર્મી યુનિફોર્મમાં તેનો ફોટો પણ જપ્ કરવામાં આવ્યાં હતાં. એ સિવાય તેની પાસેથી મળી આવેલા આમંત્રણ પત્રિકાઓમાં તેણે પોતાને કેપ્ટન રૂચિકા જૈન તરીકે દર્શાવી હતી.
પોલીસને એક એર પિસ્તોલ પણ મળી હતી, જેના પર ‘નો લાઇસન્સ રિકવાયર્ડ ફોસ ધિસ’ એવું લખ્યું હતું. ઉપરાંત એરગન પણ તેની પાસેથી હસ્તગત કરાઇ હતી.
(પીટીઆઇ)