માલેગાંવ બ્લાસ્ટ પછી કોણ મોહન ભાગવતને જેલમાં ધકેલવા માગતું હતું ? કોણે કર્યો આ ધડાકો ? | મુંબઈ સમાચાર

માલેગાંવ બ્લાસ્ટ પછી કોણ મોહન ભાગવતને જેલમાં ધકેલવા માગતું હતું ? કોણે કર્યો આ ધડાકો ?

સોલાપુર : મહારાષ્ટ્રના માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસનો ગુરુવારે ચુકાદો આવ્યો છે. જેમાં એનઆઈએની વિશેષ અદાલતે આ કેસમાં સાધ્વી પ્રજ્ઞા અને કર્નલ પુરોહિત સહિત તમામ 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. તેવા સમયે આ કેસની તપાસ કરી રહેલા મહારાષ્ટ્ર એટીએસના પૂર્વ પોલીસ અધિકારીએ સ્ફોટક ખુલાસો કર્યો છે. આ પોલીસ અધિકારીએ દાવો કર્યો છે. તેમને આરએસએસના વડા મોહન ભાગવતની ધરપકડ કરવા માટે કહેવામાં આવ્યું હતું.

ભગવા આતંકવાદને સ્થાપિત કરવાનો ઉદ્દેશ

માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસના ચુકાદા પર પ્રતિક્રિયા આપતા મુંબઈ પોલીસના પૂર્વ ઈન્સ્પેક્ટર મહબૂબ મુજાવરે આ ધડાકો કર્યો છે. મુજાવરે જણાવ્યું હતું કે તેમને રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતની ધરપકડ કરવા કહેવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે મોહન ભાગવતની ધરપકડ પાછળનો ઉદ્દેશ ભગવા આતંકવાદને સ્થાપિત કરવાનો હતો.

આ અંગે સોલાપુરમાં મુંબઈ પોલીસના પૂર્વ ઈન્સ્પેક્ટર મહબૂબ મુજાવરે આ કેસની તપાસમાં એટીએસની ખામીને નકારી હતી. તેમણે કહ્યું શરુઆતમાં આ કેસની તપાસ એટીએસ પાસે હતી અને બાદમાં તેને એનઆઈએ સોંપવામાં આવી હતી.

40 વર્ષના કેરિયરને બરબાદ કરી દેવામાં આવ્યું

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, મોહન ભાગવત નામાંકિત વ્યકિત હતા અને મારી તેમને પકડવાની ક્ષમતા ન હતી. જોકે, મે આદેશનું પાલન ન કર્યું તો મારી વિરુદ્ધ ખોટો કેસ કરવામાં આવ્યો હતો. તેમજ મારા 40 વર્ષના કેરિયરને બરબાદ કરી દેવામાં આવ્યું. તેમજ ભગવા આતંકવાદ ન હતો આ ખોટી થિયરી ઉભો કરવાનો પ્રયાસ હતો.

આપણ વાંચો:  દેશના આ ટોચના ઉદ્યોગપતિને EDનું સમન્સ; જાણો શું છે કારણ…

29 સપ્ટેમ્બર 2008ના રોજ બોમ્બ બ્લાસ્ટ

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના માલેગાંવમાં 29 સપ્ટેમ્બર 2008ના રોજ બોમ્બ બ્લાસ્ટ થયો હતો. જેમાં 6 લોકોના મોત હતા અને 101 લોકો ઘાયલ થયા હતા. મહબૂબ મુજાવરે જણાવ્યું હતું કે તે બોમ્બ બ્લાસ્ટ કેસની તપાસ કરી રહેલી એટીએસની ટીમનો હિસ્સો હતો. તેમને મોહન ભાગવતને પકડવા માટે કહેવામાં આવ્યું હતું.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button