17 વર્ષ પહેલાં જે માલેગાંવમાં બ્લાસ્ટમાં થયો ત્યાં કેટલી છે હિંદુ-મુસ્લિમની સંખ્યા? | મુંબઈ સમાચાર

17 વર્ષ પહેલાં જે માલેગાંવમાં બ્લાસ્ટમાં થયો ત્યાં કેટલી છે હિંદુ-મુસ્લિમની સંખ્યા?

આજે એટલે કે ગુરુવારે 17 વર્ષ જૂના 2008માં મહારાષ્ટ્રના માલેગાંવ ખાતે થયેલાં બોમ્બ બ્લાસ્ટ કેસનો ચૂકાદો આવ્યો અને આ ચૂકાદાએ બધાને વિચારતા કરી દીધા છે. નાગરિકો અને નિષ્ણાતો જાત જાતના તર્ક-વિતર્ક આપી રહ્યા છે.

કોર્ટે આ કેસમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુર, લેફ્ટિનન્ટ કર્નલ પુરોહિત સહિત તમામ સાતેય આરોપીને નિર્દોષ છોડી મૂક્યા છે. આ કેસ રાજકીય હોવાની સાથે સાથે સાંપ્રદાયિક પણ હતો. પરંતુ શું તમને ખબર છે કે જે માલેગાંવમાં આ બ્લાસ્ટ થયો ત્યાં હિંદુઓ અને મુસ્લિમોની વસ્તી કેટલી છે? ચાલો આજે તમને આ વિશે જણાવીએ-

આપણ વાંચો: ‘ભગવા’ આતંકવાદ શબ્દનો જન્મ માલેગાંવ બ્લાસ્ટથી થયો, જાણો કેસની અજાણી વાતો

મહારાષ્ટ્રનું પ્રમુખ ઔદ્યોગિક કેન્દ્ર

માલેગાંવ મહારાષ્ટ્રનું એક એવું શહેર છે જે પોતાના કાપડ ઉદ્યોગ અને એમાં પણ ખાસ કરીને પાવરલૂમ માટે પ્રખ્યાત છે. 2001ની વસતી ગણતરીના આંકડા અનુસાર માલેગાંવની કુલ વસ્તી 5,50,000 જેટલી હતી. વિસ્ફોટ અને બ્લાસ્ટને કારણે આ શહેર ખાસ્સું એવું ચર્ચામાં રહ્યું છે.

વાત કરીએ હિંદુ અને મુસ્લિમોની વસ્તીની તો માલેગાંવની 90 ટકાથી વધુ વસ્તી મુસ્લિમોની છે જ્યારે હિંદુઓની વસ્તી સાત ટકાની આસપાસ જ છે. ગિરના અને મોસસ નદીકિનારા પર વસેલું આ સુંદર શહેર મહારાષ્ટ્રનું પ્રમુખ ઔદ્યોગિક કેન્દ્ર ગણાય છે.

આપણ વાંચો: માલેગાંવ બ્લાસ્ટ કેસમાં પ્રજ્ઞા ઠાકુર નિર્દોષ છૂટ્યા? NIA કોર્ટના અવલોકન, જાણો 17 વર્ષમાં શું શું બન્યું?

આ ભાષાઓ બોલાય છે

વાત કરીએ માલેગાંવમાં બોલાતી ભાષાઓ વિશે તો અહીં મોટાભાગે ઉર્દૂ, મરાઠી અને અંગ્રેજી ભાષા બોલાય છે. પરંતુ અહીં ઉર્દૂનું વિશેષ પ્રભાવ જોવા મળે છે. આ શહેરમાં અનેક ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો આવેલા છે.

માલેગાંવ બ્લાસ્ટમાં શું થયું હતું?

મહારાષ્ટ્રના નાશિક જિલ્લામાં આવેલા માલેગાંવ શહેરમાં 29મી સપ્ટેમ્બર, 2008માં બ્લાસ્ટ થયો હતો અને એ સમયે રાતના નવ વાગી રહ્યા હતા અને રમઝાનનો મહિનો હતો. રમઝાનને કારણે રસ્તા પર પારાવાર ભીડ હતી.

આ બ્લાસ્ટ માટે ફ્રીડમ બાઈકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે પારાવાર ભીડભાડવાળો વિસ્તાર છે. બ્લાસ્ટ રમઝાનના મહિનામાં થયો હતો એટલે તેને સાંપ્રદાયિકતાથી પ્રેરિત ગણાવવામાં આવ્યો હતો.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button