વાશિમમાં ટ્રક અને બસ વચ્ચે ટક્કર: બેનાં મોત, 26 લોકો ઘાયલ

વાશિમ: વાશિમ જિલ્લામાં બુધવારે સવારે ટ્રક અને ખાનગી બસ વચ્ચે થયેલી ટક્કરમાં બે જણનાં મોત થયાં હતાં, જ્યારે 26 લોકો ઘવાયા હતા.
નાગપુરથી ટ્રક છત્રપતિ સંભાજીનગર જઇ રહી હતી, જ્યારે બસ પુણેથી જિલ્લાના પેડગાવ ગામ નજીક કરંજા તરફ જઇ રહી હતી ત્યારે સવારે સાત વાગ્યે આ અકસ્માત થયો હતો.
આ પણ વાંચો: ગોરેગામમાં બેસ્ટ બસ અને ટ્રક વચ્ચે ટક્કર: આઠ જખમી
ટ્રકનું એક ટાયર ફાટતાં ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને સામેથી આવી રહેલી બસ સાથે તે ટકરાઇ હતી.
અકસ્માતમાં બંને વાહનના ડ્રાઇવરનાં મોત થયાં હતાં, જ્યારે 26 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી છ જણને ગંભીર ઇજા પહોંચી હતી. ઘાયલોને સારવાર માટે અકોલા, વાશિમ અને શેલુબજાર ખાતે આવેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, એમ મંગરુલપિર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
(પીટીઆઇ)