wagh nakh: ચિંતા કરવાની જરુર નથી, વાઘ નખ મહારાષ્ટ્રમાં આવશે જ…: મુનગંટીવાર
કોલ્હાપુર: કહેવાય છે કે અફ્ઝલ ખાનને મારવા માટે છત્રવતિ શિવાજી મહારાજે વાઘ નખનો ઉપયોગ કર્યો હતો. ભારતની આ ધરોહર હાલ બ્રિટીશરો પાસે છે. ત્યારે આ વાઘ નખ જલ્દી જ મહારાષ્ટ્રમાં આવશે તેને કોઇ શંકાને સ્થાન નથી એમ રાજ્યના સાંસ્કૃતિક પ્રધાન સુધીર મુનગંટીવારે સાંગલીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં આ વાત કહી હતી. મુનગંટીવારે વાઘ નખ વીષે વાત કરતાં કહ્યું કે, બ્રિટીશ ગવર્નમેન્ટ પાસેથી વાઘ નખ મહારાષ્ટ્રમાં પાછા લાવવા માટેની કાર્યવાહી ચાલી રહી છે. આ વાઘ નખ મહારાષ્ટ્રમાં ત્રણ વર્ષ માટે હશે. હાલમાં આપણી આ ધરોહર લંડનના વિક્ટોરિયા એન્ડ એલ્બર્ટ મ્યુઝીયમમાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ મુનગંટીવારે કહ્યું હતું કે, ડિસેમ્બરમાં વાઘ નખ ભારત આવશે.
પાછળથી તેમણે કહ્યું કે અમે વાઘ નખ માર્ચ મહિના સુધી ભારતમાં લઇ આવશું. જે આગામી ત્રણ વર્ષ સુધી દેશના વિવિધ રાજ્યોના મ્યુઝમમાં મૂકવામાં આવશે. જોકે આ વાઘ નખ અંગે વિરોધી પક્ષે વારંવાર મુનગંટીવારની ટીકા કરી છે. વાઘ નખ વિશે ખૂલાસો કરતાં મુનગંટીવારે કહ્યું કે, વાઘ નખ માટે મેં જાતે લંડનની મુલાકાત લીધી છે. અમે મ્યુઝીયમ સાથે એગ્રીમેન્ટ પણ સાઇન કર્યું છે. આપણી આ ઐતિહાસિક ધરોહર મહારાષ્ટ્રમાં ત્રણ વર્ષ માટે આવશે. અમે પ્રયાસો કરીશું કે આપણી આ ધરોહર આપણી પાસે કામય માટે રહે. તેમણે વધુમાં કહ્યું કે, કેટલાંક લોકો આ બાબતે ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. પણ હું તમને બધાને ખાતરી આપું છું કે, વાઘ નખ આવશે અને તે અંગેની તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.