મહારાષ્ટ્ર

ગઢચિરોલીમાં નક્સલવાદીઓએ ગામવાસીની કરી હત્યા

ગઢચિરોલી: ગઢચિરોલી જિલ્લામાં નક્સલવાદીઓએ 38 વર્ષના ગામવાસીની ગળું દબાવીને હત્યા કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. મૃતકની ઓળખ ચમરા મઢવી તરીકે થઇ હોઇ તે કોરચી તાલુકાના મોરકુટી ગામમાં રહેતો હતો. નક્સલવાદીઓ શનિવારે રાતે ચમરા મઢવીને તેના ઘરેથી ઉપાડી ગયા હતા અને ગામની બહાર તેની હત્યા કરવામાં આવી હતી.

ચમરા મઢવી પ્રતિબંધિત સંગઠનનો સમર્થક હતો અને નક્સલવાદીઓને શસ્ત્રો-દારૂગોળો સપ્લાય કરવાના પ્રયાસ બદલ ગયા વર્ષે મધ્ય પ્રદેશના બાલાઘાટ જિલ્લામાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી, એમ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ નિલોત્પલે જણાવ્યું હતું.


મૃતકની બહેન પણ નક્સલવાદી છે અને માઓવાદીના ડિવિઝનલ કમિટી મેમ્બર માનસિંહ લોહી સાથે તેણે લગ્ન કર્યાં છે. મઢવીએ શસ્ત્રો-દારૂગોળો સપ્લાય કરવા માટે નક્સલવાદીઓ પાસેથી પૈસા લીધા હતા અને હત્યા તેનું પરિણામ હોઇ શકે છે, એવી પોલીસને શંકા છે. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button