Video: જલગાંવમાં ટ્રેન અકસ્માત, અંબા એક્સપ્રેસે ટ્રકને ટક્કર મારી 500 મીટર ઢસડ્યો

જલગાંવ: આજે હોળીના દિવસે વહેલી સવારે મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં એક ટ્રેન અકસ્માત સર્જાયો હતો. બોડવાલ રેલ્વે સ્ટેશન નજીક ઘઉં ભરેલો એક ટ્રક બિનઅધિકૃત રેલ્વે ક્રોસિંગ પરથી રેલ્વે ટ્રેક ક્રોસ કરી રહ્યો હતો, ત્યારે હાઇ સ્પીડ અંબા એક્સપ્રેસ (મુંબઈ-અમરાવતી) એ ટ્રકને ટક્કર (Train Collide with truck Jalgaon) મારી. આ ભયાનક ટક્કરમાં ટ્રકના બે ટુકડા થઈ ગયા અને ટ્રેનના એન્જીનને પણ નુકશાન પહોંચ્યું.
સદનસીબે મોટી દુર્ઘટના બનતા બનતા રહી ગઈ. ટ્રેનમાં સવાર કોઈ મુસાફરને પણ ઈજા થઈ નથી. અકસ્માતમાં ટ્રકનો ચમત્કારિક બચાવ થયો હતો, અકસ્માત બાદ ટ્રક ડ્રાઈવર ફરાર થઇ ગયો હતો. થોડા સમય માટે રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો.
રેલ્વેની નુકશાન:
આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ રેલવેને મોટું નુકસાન થયું હતું. મધ્ય રેલ્વેના મુંબઈ-કોલકાતા રૂટ પર ઓવરહેડ ઇલેક્ટ્રિક વાયરને નુકસાન થયું હતું, જેના કારણે રૂટ પર રેલ ટ્રાફિક ખોરવાઈ ગયો હતો.
આ અકસ્માત અંગે માહિતી આપતાં, મધ્ય રેલ્વેના અધિકારીએ જણાવ્યું કે, આજે સવારે, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી અમરાવતી જતી ટ્રેન નંબર 12111 સાથે ભુસાવલ ડિવિઝનના બોડવાડ સ્ટેશન પર અકસ્માત થયો હતો.
આ પણ વાંચો…સ્ટ્રીટ ફૂડ માટે વિશ્વમાં જાણીતા મુંબઈ માટે બેસ્વાદ સમાચારઃ રેંકિગમાં આટલું નીચે પટકાયું
ટ્રાફિક પૂર્વવત કરાયો:
અધિકારીએ વધુમાં જણાવ્યું કે કે એક ટ્રક બિનઅધિકૃત બંધ ક્રોસિંગ પરથી ટ્રેક ઓળંગી રહ્યો હતો. કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ આ ઘટનાને કારણે ટ્રેન ટ્રાફિક ખોરવાઈ ગયો હતો અને હવે ટ્રાફિક પૂર્વવત થઈ ગયો છે અને ટ્રેક પરથી ટ્રેનો દોડી રહી છે. આ ઘટના સવારે 4.30 વાગ્યાની આસપાસ બની હતી અને ટ્રાફિક હવે પૂર્વવત કરવામાં આવ્યો છે.
ઘઉંથી ભરેલો ટ્રક બંધ કરાયેલો રેલ્વે ક્રોસિંગ તોડી આગળ નિકળી ગયો હતો. નજીકમાં એક નવો પુલ બનાવવામાં આવ્યો હોવા, ટ્રક ડ્રાઇવરને તેની કોઈ જાણ નહોતી. લોકોમોટીવ પાયલોટે ઇમરજન્સી બ્રેક લગાવીને ટ્રેનને રોકવાનો પ્રયાસ કર્યા છતાં ટ્રેન ટ્રક સાથે અથડાઈ, ટ્રકને 500 મીટરથી વધુ ઢસેડાઈ. ટ્રક ટ્રક ડ્રાઈવર અને કોઈ મુસાફરો નુકશાન થયું નથી.
રેલ્વે પ્રશાસને આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે અને બેદરકારી બદલ ટ્રક ડ્રાઈવર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.