લોનાવલામાં મહિલાઓ વચ્ચે રસ્તા પર મારામારી: વીડિયો વાયરલ

મુંબઈઃ મુંબઈ નજીકના જાણીતા હિલ સ્ટેશન લોનાવલામાં વરસાદી મોસમમાં પર્યટકોના ધાડેધાડા ઉમટી પડે છે. આ પર્યટનસ્થળ પરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. લોનાવલામાં કેટલીક મહિલાઓ વચ્ચે ઝઘડો થયો હતો. મામલો એટલો વધી ગયો કે દારૂના નશામાં ધૂત મહિલાઓ રસ્તાની વચ્ચે જ એકબીજા સાથે ઝઘડી પડી હતી.
એટલું જ નહીં, મારામારી પર ઉતરી આવી હતી. મહિલાઓના આ એક્શન ડ્રામાનો રિયલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેને જોઈને લોકો આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના લોનાવાલા વિસ્તારમાં સ્થિત જૂના મુંબઈ-પુણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બની હતી. નશામાં ધૂત મહિલાઓને લડતા જોવા માટે ત્યાં લોકોની મોટી ભીડ ઉમટી હતી. 52 સેકન્ડના વાયરલ વીડિયોમાં મહિલાઓ એકબીજા સાથે લડતી અને એકબીજાના વાળ ખેંચતી જોવા મળી હતી.
આપણ વાંચો: ગ્વાલિયરમાં હાઈ વોલ્ટેજ ડ્રામા: નશામાં ધૂત શખસ બન્યો લોકો પાઇલટ, વીડિયો વાયરલ…
દરમિયાન ત્યાં હાજર લોકો બંનેને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જોકે, સમજાવટ કરવામાં આવી હોવા છતાં બંનેએ કોઈની વાત સાંભળવા તૈયાર નહોતી. કેટલાક લોકો પોતાના મોબાઈલમાં લડાઈનો વીડિયો રેકોર્ડ કરતા પણ જોવા મળ્યા હતા. જેના કારણે ઘણા સમય સુધી ટ્રાફિક જામ થઇ ગયો હતો.
જ્યારે લોનાવલાના ટ્રાફિક પોલીસ કર્મચારીઓને આ ઝઘડાની જાણ થઈ, ત્યારે તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને આ લડાકુ મહિલાઓને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ દારૂના નશામાં ધૂત આ મહિલા પોલીસથી પણ નહોતી ડરતી. થોડા સમય પછી આ મહિલાઓને અહીંના વેપારીઓ પોલીસ સ્ટેશન લઈ ગયા. લોનાવલા પોલીસ હાલમાં આ કેસની તપાસ કરી રહી છે.