વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં વિદર્ભને પાંચ લાખ કરોડ રૂપિયાના રોકાણ પ્રસ્તાવ મળ્યા: ફડણવીસ
![Fadnavis' life in danger](/wp-content/uploads/2024/08/Devendra_Fadnavis-780x470.webp)
નાગપુર: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે જણાવ્યું હતું કે ગયા મહિને દાવોસમાં આયોજિત વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં રાજ્ય માટે સમજૂતીના કરાર કરાયેલા 15 લાખ કરોડ રૂપિયાથી વધુના રોકાણ પ્રસ્તાવોમાંથી પાંચ લાખ કરોડ રૂપિયાના સમજૂતી કરાર ફક્ત વિદર્ભ માટે હતા. ‘એડવાન્ટેજ વિદર્ભ’ કોન્ક્લેવમાં બોલતાં ફડણવીસે એવા આરોપોને ફગાવી દીધા કે ઘણીવાર એમઓયુ વાસ્તવિક રોકાણમાં પરિણમતા નથી, અને દાવો કર્યો કે મહારાષ્ટ્રમાં વાસ્તવિક રોકાણ ટકાવારી 75 ટકા થી 90 ટકાની છે.
તેમણે કહ્યું કે દાવોસમાં હસ્તાક્ષર કરાયેલા 15 લાખ કરોડ રૂપિયાથી વધુના એમઓયુમાંથી પાંચ લાખ કરોડ રૂપિયાના રોકાણ ફક્ત વિદર્ભ માટે હતા, જેમાં જેએસડબ્લ્યુ ગ્રુપ દ્વારા ત્રણ લાખ કરોડ રૂપિયાના અને બાકીના બે લાખ કરોડ રૂપિયાના કરાર કલ્યાણી ગ્રુપ, સિએટ, વર્ધાન, ઈઈએલ, વારી અને અન્ય કોર્પોરેટ્સ દ્વારા ઉભરતી ટેકનોલોજી સહિત વિવિધ ક્ષેત્રોમાં કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે જેએસડબ્લ્યુ ગ્રુપના રોકાણથી ગઢચિરોલીમાં એક સારી ઇકોસિસ્ટમ તૈયાર થશે.
કોન્ક્લેવમાં ભાગ લેતા, જેએસડબ્લ્યુ ગ્રુપના ચેરમેન સજ્જન જિંદાલે એવી જાહેરાત કરી હતી કે, ગઢચિરોલીમાં પચીસ મિલ્યન ટન સ્ટીલ પ્લાન્ટ માટે આગામી સાતથી આઠ વર્ષમાં 1 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.
આ પણ વાંચો: મરાઠવાડામાં દુકાળ ભૂતકાળ બની જશે: ફડણવીસ
ફડણવીસે કહ્યું હતું કે, આગામી બેથી ત્રણ વર્ષમાં ગઢચિરોલીમાં એક એરપોર્ટ પણ બનશે, અને આ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન પ્રક્રિયા ચાલી રહી છે. પૂર્વ મહારાષ્ટ્રના અગિયાર જિલ્લાઓ ધરાવતા વિદર્ભમાં અન્ય પ્રોજેક્ટ્સની યાદી આપતા, ફડણવીસે કહ્યું કે નાગપુરના બુટીબોરીમાં ઇલેક્ટ્રિક બસ ઉત્પાદન પ્લાન્ટ બનાવવામાં આવશે, જ્યારે ચંદ્રપુરમાં કોલસા ગેસિફિકેશન પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે વિકાસ અને રોકાણ રાજ્યભરમાં ફેલાઈ રહ્યું છે.
ફડણવીસે કહ્યું હતું કે, નવી મુંબઈ એરપોર્ટ એપ્રિલના અંત સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે, અને પાલઘર જિલ્લામાં વાઢવણ બંદરને નાસિકમાં મુંબઈ-નાગપુર સમૃદ્ધિ એક્સપ્રેસવે સાથે જોડવામાં આવશે. સભાને સંબોધતા કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં ગઢચિરોલી ભારતનું સ્ટીલ હબ બનશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પાંચ ટ્રિલિયન ડોલરના અર્થતંત્રના લક્ષ્યાંકમાં વિદર્ભનો સિંહફાળો રહેશે.
આ પણ વાંચો: એનસીપી (એસપી)ના એકનાથ ખડસે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યા
ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે, આ પહેલને કારણે આગામી ચાર વર્ષમાં વિદર્ભમાં ત્રણ લાખ રોજગારીની તકો ઉભી થશે.
તેમણે મુખ્ય પ્રધાનને વિદર્ભમાં સિંચાઈ પ્રોજેક્ટ્સનો ઉપયોગ કરવા વિનંતી કરી અને સિંચાઈ ક્ષમતા 22 ટકા થી વધારીને 32 ટકા કરવા માટે અપીલ કરી હતી. મહારાષ્ટ્રના ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતે દાવોસમાં હસ્તાક્ષર કરાયેલા એમઓયુ માત્ર જાહેરાતો હોવા અંગેની વિપક્ષની ટીકાનો જવાબ આપ્યો હતો અને ગઢચિરોલી જિલ્લામાં સ્ટીલ પ્લાન્ટ માટે જેએસડબ્લ્યુ ગ્રુપના 1 લાખ કરોડ રૂપિયાના રોકાણનો દાખલો આપ્યો હતો.
(પીટીઆઈ)