મહારાષ્ટ્ર

કોણ છે વાલ્મીક કરાડ? જેના કારણે કેબિનેટ પ્રધાન ધનંજય મુંડે મુશ્કેલીમાં મુકાયા!

મુંબઈઃ મહારાષ્ટ્રના બીડના મસજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખની હત્યામાં મુખ્ય આરોપી તરીકે વાલ્મિક કરાડનું નામ લેવામાં આવી રહ્યું છે. નવમી ડિસેમ્બરે સંતોષ દેશમુખ તેના પિતરાઈ ભાઈ સાથે કારમાં જઈ રહ્યા હતા ત્યારે બપોરે ૩ વાગ્યાની આસપાસ એક સ્કોર્પિયોમાં આવેલા છ લોકોએ તેમને રોક્યા હતા અને બળજબરીથી તેમનું અપહરણ કર્યું હતું. બાદમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

દેશમુખના શરીર પર ગંભીર મારના નિશાન જોવા મળ્યા હતા. વાલ્મીક કરાડ પર હત્યાનો આરોપ છે. આ પછી રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. વિપક્ષ ધનંજય મુંડેને કેબિનેટમાંથી હટાવવાની માંગ કરવામાં આવી રહી છે. મુખ્ય આરોપી ગણાતા વાલ્મિક કરાડની ૨૦ દિવસ પછી પણ ધરપકડ કરવામાં આવી નથી. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા એસપીની બદલી બાદ વિપક્ષનો આરોપ છે કે પોલીસ યોગ્ય રીતે કામ કરી રહી નથી.

આ પણ વાંચો: ધનંજય મુંડે મળ્યા મુખ્ય પ્રધાન ફડણવીસને: મુલાકાતનું કારણ સ્પષ્ટ નહીં

કોણ છે વાલ્મીક કરાડ?
વાલ્મીક કરાડ પરલી મ્યુનિસિપલ કાઉન્સિલના ભૂતપૂર્વ મ્યુનિસિપલ ચેરમેન છે અને મંત્રી ધનંજય મુંડેના કટ્ટર સમર્થક તરીકે ઓળખાય છે. તેઓ છેલ્લા દસ વર્ષથી પરલી મતવિસ્તારના રાજકીય સંચાલનનો હવાલો સંભાળી રહ્યા છે. જ્યારથી ધનંજય મુંડે રાજકારણમાં આવ્યા છે ત્યારથી વાલ્મીક કરાડ પડછાયાની જેમ તેમની સાથે રહ્યા છે. કરાડ જિલ્લાના તમામ સરકારી અને સામાજિક કાર્યક્રમોની દેખરેખ રાખે છે.

કરાડ પર મુખ્ય પ્રધાન માજી લાડલી બહેન યોજનાના સ્થાનિક પ્રમુખની જવાબદારી છે. તેઓ બીડ જિલ્લા આયોજન સમિતિના સભ્ય છે. પરલી મ્યુનિસિપલ કાઉન્સિલ અને નાથ પ્રતિષ્ઠાન સાથે જોડાયેલા છે. કરાડના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવાર,પંકજા મુંડે અને અન્ય અગ્રણી રાજકીય નેતાઓ સાથે ફોટા છે.

આ તસવીરો કરાડના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઉપલબ્ધ છે. વાલ્મીક કરાડ સામે અગાઉ પણ ગંભીર ગુના નોંધાયેલા છે. દેશમુખની હત્યાએ સમગ્ર એમવીએને એકત્ર થવાની તક આપી છે. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના યુબીટીએ જાહેરાત કરી છે કે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ટૂંક સમયમાં બીડ જવા રવાના થશે

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button