વૈષ્ણવી હગવણેના પરિવારજનોને ધમકાવનારાની લેશ ચવાણને 3 જૂન સુધીની પોલીસ કસ્ટડી

પુણે: દહેજ માટે અપાતા ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરનાર વૈષ્ણવી હગવણેના પરિવારજનોને ધમકાવવા બદલ નેપાળ બોર્ડર નજીકથી પકડાયેલા નીલેશ ચવાણને સ્થાનિક કોર્ટે 3 જૂન સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. પુણે પોલીસે શુક્રવારે ભારત-નેપાળ બોર્ડર નજીક ઉત્તર પ્રદેશના મહારાજગંજ ખાતેથી તાબામાં લીધો હતો.
ચવાણને શનિવારે કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. ચવાણના મોબાઇલ ફોનમાંથી ડૅટા રિકવર કરવાની જરૂર હોવાનું જણાવીને પોલીસે તેના પાંચ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. પોલીસે દાવો કર્યો હતો કે ચવાણ પાસે વૈષ્ણવીના પતિ અને ભાભીના મોબાઇલ છે. દરમિયાન બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે ચવાણને પોલીસ કસ્ટડી ફટકારી હતી.
આ પણ વાંચો: વૈષ્ણવી હગવણેના પરિવારજનોને ધમકી આપનાર નેપાળ સરહદ પરથી પકડાયો…
નોંધનીય છે કે વૈષ્ણવી (26)એ 16 મેના રોજ બાવધન વિસ્તારમાંના ઘરે આત્મહત્યા કરી હતી. વૈષ્ણવીના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે વૈષ્ણવીને તેના સાસરિયાં તથા અન્યોએ દહેજ માટે ત્રાસ આપ્યો હતો. વૈષ્ણવીના સસરા રાજેન્દ્ર હગવણેને ત્યાર બાદ રાષ્ટ્રવાદી કૉંગ્રેસમાથી હાંકી કાઢવામાં આવ્યા હતા.
વૈષ્ણવીના સંતાનનો કબજો લેવા માટે કાસ્પતે પરિવાર તેના ઘરે ગયો ત્યારે તેમને બંદૂક દેખાડીને ધમકાવવા બદલ ચવાણ સામે ગુનો દાખલ કરાયો હતો. ચવાણ ત્યારથી ફરાર હતો. વૈષ્ણવીના મૃત્યુ બાદ તેના નવ મહિનાનું બાળક ચવાણ પાસે હતું, જે હગવણે પરિવારનો નિકટવર્તી છે, એમ પોલીસે જણાવ્યું હતું.
આ પણ વાંચો: વૈષ્ણવી આત્મહત્યા કેસ:એનસીપીના ભૂતપૂર્વ નેતા રાજેન્દ્ર હગવણે, પુત્રની ધરપકડ…
બંદૂક દેખાડીને ધમકાવવા બદલ વાર્જે પોલીસ સ્ટેશનમાં ચવાણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જ્યારે બાળકની યોગ્ય સંભાળ ન રાખવા બદલ બાવધન પોલીસ સ્ટેશનમાં ચવાણ વિરુદ્ધ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ ગુનો દાખલ છે.
દહેજ માટે ત્રાસ અને આત્મહત્યાના કેસમાં રાજેન્દ્ર હગવણે, વૈષ્ણવીનો પતિ શશાંક, સાસુ લતા તથા સુશિલ અને કરિશ્માની ધરપકડ કરવામાં આવી છે.
(પીટીઆઇ)