આમચી મુંબઈમહારાષ્ટ્ર

અમારી ત્રણ પેઢીએ ક્યારેય વીજ બિલ ભર્યું નથીઃ કેન્દ્રીય પ્રધાનનું નિવેદન ચર્ચામાં…

મુંબઈ: મહારાષ્ટ્રમાં બુલઢાણામાં એકનાથ શિંદે જૂથના સાંસદ તેમ જ કેન્દ્રીય પ્રધાન પ્રતાપરાવ જાધવે એક કાર્યક્રમ દરમિયાન એક રસપ્રદ વાત જણાવી હતી. તેમણે, તેમના પિતાએ કે પછી તેમના દાદાએ જીવનમાં ક્યારેય પણ કૃષિ વીજળીનું બિલ ન ભર્યું હોવાનો દાવો કર્યો હતો. જાધવે કહ્યું હતું કે હું એક ખેડૂત છું અને છેલ્લી ત્રણ પેઢીથી અમે કૃષિ વીજળીનું બિલ ભર્યું નથી. મારા દાદાજીના પાણીના પંપ હજી પણ ત્યાં જ છે.

આ પણ વાંચો: મુખ્યમંત્રી એકનાથ શિંદે વિશ્વ કૃષિ પુરસ્કારથી સન્માનિત

કૃષિ બિલ માફી યોજના વિશે યોજવામાં આવેલા એક કાર્યક્રમ દરમિયાન તે બોલી રહ્યા હતા એ દરમિયાન તેમણે ઉક્ત વાત કહી હતી. આ કાર્યક્રમ ‘મુખ્ય પ્રધાન બલિરાજા મફત વીજળી યોજના 2024’ યોજના માટે યોજવામાં આવ્યો હતો.
આ યોજનાની માહિતી આપતા જાધવે કહ્યું હતું કે જો ખેડૂતો પાસે રહેલું ડિસ્ટ્રીબ્યુશન પેનલ બગડી જશે તો તે નવું આપવામાં આવશે અને તે લગાડવા માટે એન્જિનિયરને પણ 1,000થી 2,000 રૂપિયા સુધીની રકમ આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ યોજના અંતર્ગત ખેડૂતોને સિંચાઇ માટે મફત વીજળી આપવામાં આવે છે. 7.5 હોર્સ-પાવરની ક્ષમતા સુધીના પંપનો ઉપયોગ કરનારા ખેડૂતોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. 2029 સુધી ખેડૂતો આ યોજનાનો લાભ લઇ શકશે અને આ યોજના માટે સરકારે 6,985 કરોડ રૂપિયાનું ભંડોળ ફાળવ્યું છે. જોકે આ યોજનાનો લાભ ઉઠાવવા માટે ખેડૂતો મહારાષ્ટ્રના મૂળ રહેવાસી હોવું જરૂરી છે.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…