મહારાષ્ટ્ર

ફરિયાદીની મદદ કરવા માટે પોલીસે માંગી 20,000ની લાંચ: ACBએ રંગે હાથ ઝડપ્યો…

ઠાણે: મહારાષ્ટ્રમાં ‘વાડ ચિંભડા ગળે’ એવી વાત સામે આવી છે. સરકારી કર્મચારીઓ જનતાની સેવા કરવા માટે બેઠા છે. પરંતુ એવા કેટલાક સરકારી કર્મચારીઓ સેવાના બદલમાં રૂપિયાની માંગણી કરતા હોય છે. ઠાણે જિલ્લાના ઉલ્હાસનગર પોલીસ સ્ટેશનથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં લાંચ લેતો આસિસ્ટન્ટ પોલીસ ઇન્સપેક્ટર ઝડપાયો છે.

ધરપકડ અટકાવવા માંગી લાંચ

ઉલ્હાસનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદી, તેની પત્ની અને દીકરો સામે એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેથી આગામી સમયમાં ત્રણેયની ધરપકડ થવાની શક્યતાઓ હતી. પરંતુ ઉલ્હાસનગર પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ પોલીસ ઇન્સપેક્ટર સંજય ધોંડિરામ બિડગરે ફરિયાદીના પરિવારને બોલાવીને ધરપકડ ન કરવા માટે કહ્યું કે, 20,000 રૂપિયા આપો તો તમારી ધરપકડ થશે નહીં. સંજય ધોંડિરામ બિડગરની આ માંગણીને લઈને ફરિયાદીએ એન્ટિ કરપ્શન બ્યૂરોમાં(ACB) ફરિયાદ નોંધાવી હતી.

ACBએ સમગ્ર મામલાની તપાસ કરીને એક છટકું ગોઠવ્યું હતું. જેમાં આસિસ્ટન્ટ પોલીસ ઇન્સપેક્ટર સંજય ધોંડિરામ બિડગર 20,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો. હવે સંજય બિડગર વિરૂદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ACBએ જણાવ્યું હતું કે, પોલીસ વિભાગમાં કોઈપણ પ્રકારનો ભ્રષ્ટાચાર ચલાવી લેવાશે નહીં, કાયદા સામે સૌ સમાન છે અને પોતાના કૃત્ય માટે જવાબદાર છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button