ઉદ્વવ ઠાકરેને વધુ એક ઝટકો: ઠાકરે જૂથના બે મોટા નેતા શિંદે જૂથમાં સામેલ

મુંબઇ: શિવસેના જૂથમાંથી એક મોટા સમાચાર સાંભળવા મળ્યા છે. ઠાકરે જૂથના બે મોટા નેતાઓએ શિંદે જૂથમાં પ્રવેશ કર્યો છે. તેથી આ ઠાકરે જૂથ માટે એક મોટો આંચકો છે. ઠાકરે જૂથના ઘાટકોપર ભટવાડીના પૂર્વ નગરસેવક દિપક હાંડે અને અશ્વિની હાંડેએ શિંદેની શિવસેનામાં પ્રવેશ કર્યો છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની હાજરીમાં આ પક્ષ પ્રવેશ થયો હતો. આ પક્ષ પ્રવેશને કારણે ઠાકરે જૂથને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેની સામે બળવો કર્યો ત્યારથી ઠાકરે જૂથને રામ રામ કરીને અનેક નેતાઓ શિંદે જૂથમાં પ્રવેશ કર્યો હતો. ત્યારે હવે હાંડેના પક્ષ પ્રવેશને કારણે ઠાકરે જૂખને મોટો આંચકો લાગ્યો છે. ઠાકરે જૂથના ઘાટકોપર ભટવાડીના પ્રભાગ ક્રમાંક 128ના પૂર્વ નગરસેવક દિપક હાંડે અને પૂર્વ નગરસેવિકા અશ્વિની હાંડેએ તેમનાં અસંખ્ય કાર્યકર્તાઓની સાથે શિંદે જૂથની શિવસેનામાં જાહેર પ્રવેશ કર્યો છે.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની ઉપસ્થિતીમાં આ પક્ષ પ્રવેશ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ હાંડેનું શિવસેનામાં સ્વાગત કર્યુ હતું. ઉપરાંત તેમને ભાવિ સામાજિક અને રાજકીય કારકીર્દી માટે શુભેચ્છા આપી હતી. આ સમયે વિધાનસભ્ય રવિન્દ્ર ફાટક, શિવસેના સચિવ સંજય મ્હલશીકર, શિવસેના સચિવ સુશાંત શેલાર અને શિવસેનાના અન્ય પદાધિકારીઓ અને અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત હતાં. હાંડેની સાથે ઠાકરે જૂથના વસઇ-નાલાસોપારા મહિલા સંપર્ક પ્રમુખ ભારતી ગાંવકરે પણ શિંદેની શિવસેનામાં જાહેર પ્રવેશ કર્યો હતો. તેમની સાથે ઉપશાખા પ્રમુખ રાજૂ શિર્સેકર, હસમુખ મહારાજ રાવલ, રમાકાંત ઝગડે, રોહિત બોર્હાડે, અમોલ ગાઢવે, રાકેશ બોઢેકર, યુવાસેના અધિકારી સંતોષ મોરે, ચંદ્રકાંત કુંજીર અને અન્ય પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓએ શિવસેનામાં પ્રવેશ કર્યો હતો.