મહારાષ્ટ્ર

ઓપરેશન ધનુષ્ય-બાણ ચાલુ?: ઉદ્ધવ ઠાકરેને મોટો ફટકો, 40 વર્ષથી સાથે રહેલા વરિષ્ઠ નેતાનું રાજીનામું

રત્નાગિરી: ઠાકરે જૂથના વડા ઉદ્ધવ ઠાકરેને રત્નાગિરીમાં મોટો આંચકો લાગ્યો છે. 40 વર્ષથી પાર્ટી સાથે રહેલા ભૂતપૂર્વ જિલ્લા પ્રમુખ સચિન કદમે પાર્ટી છોડી દીધી છે. ભૂતપુર્વ જિલ્લા પ્રમુખ સચિન કદમે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને ‘જય મહારાષ્ટ્ર’ કરી દીધા છે. સચિન કદમે કહ્યું છે કે તેમણે વ્યક્તિગત કારણોસર તેમના પદ અને પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. ભાસ્કર જાધવ અને સચિન કદમ વચ્ચેનો સંઘર્ષ જાહેરમાં આવ્યો છે.

દરમિયાન સચિન કદમના અચાનક રાજીનામાથી રત્નાગિરીમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં ખળભળાટ મચી ગયો છે. શિવસેનામાં ચાલીસ વર્ષ સક્રિય કાર્ય કર્યા પછી, સચિન કદમે પાર્ટીને અલવિદા કરી દીધું છે. સચિન કદમ અનંત ગીતે અને વિનાયક રાઉતના વિશ્ર્વાસુ કાર્યકર તરીકે જાણીતા છે. રાજકીય વર્તુળો સચિન કદમની આગામી ભૂમિકા પર ધ્યાન આપી રહ્યા છે.

Also read: તો શું રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે ભેગા થશે!

આ દરમિયાન, સચિન કદમે જવાબ આપ્યો છે કે તેઓ હાલમાં ક્યાંય જવાના નથી. રત્નાગિરી જિલ્લામાં સચિન કદમ શિંદેની સેનામાં જોડાશે તેવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. જોકે, સચિન કદમે કહ્યું છે કે તેઓ હાલમાં કોઈ પણ પક્ષમાં જોડાશે નહીં.
નેતાઓ અને વિધાનસભ્યો ઠાકરેની પાર્ટી છોડશે તેવી ચર્ચા વચ્ચે જિલ્લા પ્રમુખો અને સંપર્ક વડાઓની બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. હું બાળાસાહેબને એક પિતા અને પક્ષના નેતા તરીકે જાણતો હતો. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે હું પણ એ જ રીતે લડીશ જે રીતે તેઓ લડ્યા હતા, હું આ લડાઈ અધવચ્ચે છોડીને મેદાન છોડી દેવાનો નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button