મહિલા ડોક્ટરની આત્મહત્યા પ્રકરણમાં બે નવા ટ્વિસ્ટઃ તપાસની દિશા બદલાશે…

મુંબઈઃ સાતારાના ફલટણની મહિલા ડોક્ટરની આત્મહત્યા કેસમાં બે નવા ટ્વિસ્ટ આવ્યા છે, જે તપાસની દિશા બદલી શકે છે. પોસ્ટમોર્ટ્મ રિપોર્ટ બદલાનું દબાણ અગાઉ પણ આ વાત બહાર આવી હતી કે પીએસઆઈ ગોપાલ બાદને મહિલા ડોક્ટર પર પોસ્ટમોર્ટમ રિપોર્ટ બદલવાનું દબાણ કરતા હતા. જોકે હવે આનો એક પુરાવો બહાર આવ્યો છે. દીપાલી નામની એક યુવતીએ થોડા સમય પહેલા આત્મહત્યા કરી હતી.
લશ્કરમાં અધિકારી પતિ અને સાસરાવાળાના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી દીકરીએ આ પગલું ભર્યું હતું, તેવો આક્ષેપ માતા-પિતાએ કર્યો હતો. હવે દીપાલીની મા ભાગ્યશ્રીનું નિવેદન પ્રકાશમાં આવ્યું છે. ભાગ્યશ્રીના કહેવા અનુસાર દીપાલીની આત્મહત્યા સમયે ડો. સંપદા મુંડેએ જ તેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બનાવ્યો હતો.
રિપોર્ટમાં ફેરફાર કરવા માટે તેમનાં પર દબાણ કરવામાં આવ્યું હતું. પરિવારને પાંચ દિવસ સુધી રિપોર્ટ પણ આપાવમાં આવ્યો ન હતો. ભાગ્યશ્રીનાં આ નિવેદને ડોક્ટર મુંડેની સ્યૂસાઈડ નોટમાં તેણે લખેલી વાતને સાચી ઠેરવી છે. મુંડેના નામે ટ્રેઈની તરીકે સૌથી વધુ 36 પોસ્ટમોર્ટમ રિપોર્ટ તૈયાર કરવાનો રેકોર્ડ છે. જોકે રાજકીય વગને લીધે અમુક સમયે તેનાં પર રિપોર્ટ બદલવાનો દબાવ રહેતો તેમ તેણે લખ્યું છે.
સંપદા અને પ્રશાંત વચ્ચે રિલેશનશિપ
પોલીસને મળેલા મૃતકના કોલ રેકોર્ડ્સ અને મેસેજની ડિટેલ્સ પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે સંપદા અને પ્રશાંત બનકર રિલેશનમાં હતા. સંપદા પ્રશાંતના ઘરમાં જ ત્રીજા માળે ભાડે રહેતી હતી. પ્રશાંત સોફ્ટવેયર એન્જિનિયર હતો અને સંપદા અને તેના વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. જોકે થોડા સમય પહેલા કોઈ મામલે વિવાદો થતા તેઓ છુટ્ટા પડ્યા હતા.
પંરતુ ગયા મહિને પ્રશાંતને ડેંગ્યુ થતાં બન્ને નજીક આવ્યા હતા. જોકે સંપદા પ્રશાંત સાથેના સંબંધોમાં ઘણી સિરિયસ હતી, પરંતુ પ્રશાંત સંપદાને છોડવા માગતો હતો. એવી માહિતી પણ મળી છે કે આ માટે પ્રશાંતના પિતાએ પોલીસ અધિકારી ગોપાલ બદાનેની મદદ લીધી હતી અને બાદમાં બદાનેએ સંપદાને પરેશાન કરી હતી. હવે આ મામલે પોલીસ આગળ તપાસ કરી રહી છે.
મહિલા ડોક્ટરની આત્મહત્યાએ સમગ્ર મહારાષ્ટ્રમાં ભારે ચકચાર મચાવી છે. આ પ્રકરણમાં પીએસઆઈ ગોપાલ બાદનેની ધરપકડ થઈ છે.
આ પણ વાંચો…સાતારામાં મહિલા ડૉક્ટરની આત્મહત્યા: મકાનમાલિકના પુત્રની પુણેથી ધરપકડ



