પુણેમાં મોટરસાઇકલ સાથે બસ ટકરાતાં યુવતી સહિત બેનાં મોત: એક ઇજાગ્રસ્ત

પુણે: પુણેમાં પાલિકા પરિવહનની બસ મોટરસાઇકલ સાથે ટકરાતાં 27 વર્ષની યુવતી સહિત બેનાં મોત થયાં હતાં, જ્યારે અન્ય એકને ઇજા પહોંચી હતી.
પોલીસ અધિકારીના જણવ્યા અનુસાર કાત્રજ ટનલ નજીક મંગળવારે સવારના નવ વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો.
બે યુવતી સહિત ત્રણ જણ સવારે મોટરસાઇકલ પર પુણે તરફ જઇ રહ્યાં હતાં, ત્યારેે પુણે પરિવહન મહામંંડળ લિમિટેડની બસે વળાંક પર પાછળથી મોટરસાઇકલને ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં યુવતી સહિત બે જણનાં મોત થયાં હતાં, જ્યારે અન્ય યુવતીને ઘાયલ થઇ હતી. મૃતકોની ઓળખ આકાશ ગોગાવલે (29) અને અનુષ્કા વાડકર (27) તરીકે થઇ હતી. મૃતકો પુણે-સાતારા રોડ પર સાસાવાડી ખાતેના રહેવાસી હતાં.
અકસ્માતમાં ઘવાયેલી અન્ય યુવતીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પોલીસે આ પ્રકરણે ગુનો નોંધી બસચાલકને કસ્ટડીમાં લીધો હતો. (પીટીઆઇ)
આપણ વાંચો: મહારાષ્ટ્ર પર ફરી સંકટઃ આવતીકાલથી તોફાની વરસાદની આગાહી, જાણો મુંબઈનું હવામાન કેવું રહેશે