મહારાષ્ટ્ર
બીડમાં હાઇ-વે પર બે કાર વચ્ચે ટક્કરઃ ત્રણના મોત
મુંબઈ: મહારાષ્ટ્રના બીડમાં કેજ તાલુકાના અહમદપુર-અહમદનગર હાઇવે પર શુક્રવારે રાત્રે ૧૧ વાગ્યે બે કાર વચ્ચે થયેલી ટક્કરમાં ત્રણ લોકોના મોત થયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે ચંદન સાવરગાંવ ખાતે થયેલી અથડામણમાં બંને કારને ભારે નુકસાન થયું હતું, અને પીડિત પુરુષોની ઓળખ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. બે પુરુષોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ત્રીજા પીડિતને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
આપણ વાંચો: સુરેન્દ્રનગરના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ; લાકડી, ધોકા હથિયારોથી હુમલો
અધિકારીએ જણાવ્યું હતું કે, આસપાસના લોકોએ પીડિતોને મદદ કરવાનો પ્રયાસ કર્યો અને પોલીસને આ બાબતની જાણ કરી હતી. યુસુફ વડગાંવ પોલીસ સ્ટેશનની એક ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી હતી. અકસ્માતને કારણે હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ થયો હતો. (પીટીઆઈ)