મહારાષ્ટ્ર
કંપનીના બે ભૂતપૂર્વ કર્મચારીએ 8.9 લાખની ઉચાપત કરી

થાણે: થાણે જિલ્લામાં ફાઇનાન્સ કંપનીના બે ભૂતપૂર્વ કર્મચારીએ 8.9 લાખ રૂપિયાની કથિત ઉચાપત કરતાં તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ નવેમ્બર, 2023થી ફેબ્રુઆરી, 2024 દરમિયાન ગ્રાહકો પાસેથી રોકાણ હેતુ પૈસા એકઠા કર્યા હતા. જોકે આ રૂપિયા તેમણે કંપનીના એકાઉન્ટમાં ડિપોઝિટ કર્યા નહોતા, એમ ભિવંડી પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું.
Also read:થાણેમાં પાણીની પાઇપલાઇન માંથી બિલાડીના બચ્ચાને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યું
રૂપિયા કંપનીને પાછા આપવાનું આરોપીઓને કહેવામાં આવ્યું હતું, પણ આરોપીઓ ફરાર થઇ ગયા હતા. આથી કંપનીના અધિકારીએ આ પ્રકરણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે શનિવારે બંને આરોપી વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ બંને આરોપીની શોધ ચલાવી રહી છે, એમ અધિકારીએ કહ્યું હતું. (PTI)