બીડમાં જોડિયા બાળકોના જન્મદરમાં વધારોઃ નવ મહિનામાં કેટલા બાળકો જન્મયા, જાણો

બીડ: મહારાષ્ટ્રના બીડ જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં જોડિયા બાળકોના જન્મની ઘટના ખૂબ જ સામાન્ય બની ગઈ છે, જે પહેલા દુર્લભ માનવામાં આવતી હતી. આ હોસ્પિટલમાં છેલ્લા નવ મહિનામાં ૪૨ જોડી ટવિન્સ બાળકોનો જન્મ થયો છે.
આ અસાધારણ સંખ્યા હોસ્પિટલ અને જિલ્લા માટે ગર્વનો વિષય બની છે. ડોક્ટરોના મતે, આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી, જેમાં ઇન-વિટ્રો ફર્ટિલાઇઝેશન (આઇવીએફ)નો સમાવેશ થાય છે, અને પારિવારિક ઇતિહાસ જેવા પરિબળો જોડિયા બાળકોના જન્મમાં આ ઉછાળા માટે જવાબદાર છે.
આપણ વાંચો: આ રીતે પોતાના જોડિયા બાળકોને સ્કુલે લેવા પહોંચી Isha Ambani… વીડિયો થયો વાઈરલ…
ઉપરાંત ૩૦ વર્ષથી વધુ ઉંમરની મહિલાઓમાં જોડિયા બાળકો થવાની સંભાવના થોડી વધી જાય છે.
બીડ સિવિલ હોસ્પિટલના રેસિડન્ટ મેડિકલ ઓફિસર ડૉ. એલ.આર. તાંદલેએ પુષ્ટિ કરી કે, હોસ્પિટલ આ વધેલા કાર્યભરને સંભાળવા માટે સંપૂર્ણપણે સુસજ્જ છે. તેમણે કહ્યું કે, “છેલ્લા કેટલાક વર્ષોમાં ટ્વિન્સ અને ટ્રિપલેટ્સ બાળકોના જન્મનો દર ચોક્કસપણે વધ્યો છે અને છેલ્લા નવ મહિનામાં અમારી હોસ્પિટલમાં ૪૨ જોડી જોડિયા બાળકોનો જન્મ થયો છે.