સ્પીકરની ખુરશી પરથી તુપેની ‘રાજકીય ટિપ્પણી’નો વડેટ્ટીવારે વિરોધ કર્યો | મુંબઈ સમાચાર
મહારાષ્ટ્ર

સ્પીકરની ખુરશી પરથી તુપેની ‘રાજકીય ટિપ્પણી’નો વડેટ્ટીવારે વિરોધ કર્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ
: એનસીપીના વિધાનસભ્ય ચેતન તુપે પર ખેડૂતોના મુદ્દાઓ પર ચર્ચા દરમિયાન સ્પીકરની ખુરશીમાં બેસીને રાજકીય ટિપ્પણી કરવાનો આરોપ કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે શુક્રવારે લગાવ્યો હતો.

ચર્ચાની માગણી કરનારા ઘણા વિપક્ષી સભ્યો જ્યારે અધવચ્ચેથી વોકઆઉટ કરી ગયા, ત્યારે તુપેએ ‘રાજકીય ટિપ્પણી’ કરી હતી, જે તેમના અસ્થાયી પદની ગરિમાને નુકસાન પહોંચાડે છે, એવો દાવો વડેટ્ટીવારે કર્યો હતો.

સ્પીકર રાહુલ નાર્વેકર ગૃહના અધ્યક્ષ હતા ત્યારે તેમણે આ મુદ્દો ઉઠાવ્યો હતો.
‘તુપે (ગુરુવારે) પ્રમુખપદ અધિકારી હતા અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે પદની પવિત્રતા જાળવી રાખવામાં આવે. શું તે બેઠક પરથી રાજકીય ટિપ્પણી કરવાનું યોગ્ય છે?’ એવો સવાલ તેમણે કર્યો હતો.

આ પણ વાંચો: ‘ચાંદીની થાળીમાં જમનારા શાસકો ભૂખ્યા લોકોની વેદના કેવી રીતે સમજી શકે?’: વડેટ્ટીવાર

‘આ સર્વોચ્ચ બેઠકનો ઉપયોગ પક્ષપાત માટે ન થવો જોઈએ. સ્પીકરે નક્કી કરવું જોઈએ કે આવી ટિપ્પણી માન્ય છે કે નહીં,’ એમ રાજ્ય કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા વડેટ્ટીવારે જણાવ્યું હતું.

નાર્વેકરે ગૃહને ખાતરી આપી હતી કે આવી રાજકીય ટિપ્પણીઓનું પુનરાવર્તન કરવામાં આવશે નહીં અને બંધારણીય પ્રક્રિયાગત ધોરણોનું કડક પાલન કરવામાં આવશે.

અધ્યક્ષે ઉમેર્યું હતું કે, પ્રિસાઇડિંગ અધિકારીઓએ બંધારણ દ્વારા સ્થાપિત માળખામાં કડક રીતે કાર્ય કરવું જોઈએ.
વડેટ્ટીવારે કહ્યું કે તુપેએ વિપક્ષી વિધાનસભ્યોની ટીકા કરી હતી અને સૂચવ્યું હતું કે વ્યક્તિગત કારણોસર ચર્ચા દરમિયાન ગૃહ છોડી દેવાના તેમના કૃત્યથી ખેડૂતોના કલ્યાણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા નબળી પડી રહી છે.

આ પણ વાંચો: ‘ઘા પર મીઠું ભભરાવવું’, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આતંકવાદીઓ પરની ટિપ્પણી બદલ કોંગ્રેસી નેતા વિજય વડેટ્ટીવારની ઝાટકણી કાઢી…

તુપેએ ઘણા ગેરહાજર સભ્યોના નામ પણ લીધા હતા અને ખેડૂતોના મુદ્દાઓ પર ‘મગરના આંસુ’ વહાવવા બદલ તેમને ઠપકો આપ્યો, એમ તેમણે જણાવ્યું હતું.

ખેડૂતોના મુદ્દાઓ પરની ચર્ચા ગુરુવારે સાંજે ચાર વાગ્યાની આસપાસ શરૂ થઈ અને રાત્રે દસ વાગ્યા સુધી ચાલી હતી.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button