સ્કૂટર પર ટ્રિપલ-સીટ જનારી યુવતીઓની કોન્સ્ટેબલે મારઝૂડ કરી: બાદમાં માફી માગી

છત્રપતિ સંભાજીનગર: લાતુરમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી સ્કૂટર પર ટ્રિપલ-સીટ જઇ રહેલી યુવતીઓની મહિલા કોન્સ્ટેબલે મારપીટ કરી હતી. બાદમાં કોન્સ્ટેબલે તેના કૃત્ય બદલ માફી માગી હતી, પણ તેનો ઇરાદો ખોટો ન હોવાનું જણાવ્યું હતું.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સોમવારે એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં મહિલા કોન્સ્ટેબલ પ્રણિતા મુસને સ્કૂટર પર ટ્રિપલ-સીટ જતી વખતે પકડાયેલી યુવતીઓને ગાળો ભાંડતી અને તેમને માર મારતી નજરે પડે છે, જે કાયદાની વિરુદ્ધ છે.
આપણ વાંચો: વસઈમાં દીકરાઓએ મારપીટ કરી વૃદ્ધ માતા-પિતાને ઘરની બહાર કાઢ્યાં
લાતુરના રેનાપુર નાકા ખાતે ઉતારાયેલી વીડિયો ક્લિપમાં ત્રણ યુવતી સ્કૂટર પર પુરપાટ વેગે જતી હોવાનો કોન્સ્ટેબલ આરોપ કરતી નજરે પડે છે. કોન્સ્ટેબલને બાદમાં એક યુવતીને માફો મારી દીધો હતો.
વીડિયો સામે આવ્યા બાદ પ્રણિતા મુસનેએ મંગળવારે કહ્યું હતું કે તે છેલ્લાં અઢી વર્ષથી ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવે છે.
‘હું મારી દીકરીઓને ટ્યૂશન ક્લાસીસમાં મૂકીને ડ્યૂટી પર જઇ રહી હતી ત્યારે ત્રણ યુવતીને સ્કૂટર પર પુરપાટ વેગે જતી મેં જોઇ હતી,’ એમ મુસનેએ કહ્યું હતું.
આપણ વાંચો: એરપોર્ટ પર ‘ફિલ્મી સ્ટાઈલ’માં મારામારીઃ પાર્કિંગ સ્ટાફ અને ડ્રાઈવર વચ્ચે મારપીટ
કોન્સ્ટેબલે દાવો કર્યો હતો કે મેં યુવતીઓને સુરક્ષિત મુસાફરી કરવાનું કહ્યું હતું, ત્યારે તેમણે મને મારા કામ પર ધ્યાન આપવાનુંં કહ્યું હતું. એક યુવતી તો સ્કૂટર યોગ્ય રીતે બેઠી પણ નહોતી. મેં તેનો પીછો કર્યો હતો અને સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ તેમના માર્ગ વચ્ચે આવતાં તેમણે સ્કૂટર રોક્યું હતું અને મેં તેમને પકડી પાડી હતી.
મેં યુવતીને માફો માર્યો હતો, એમ જણાવી મુસનેએ ઉમેર્યું હતું કે મેં તે સમયે પોલીસ કોન્સ્ટેબલ નહીં, પણ માતાની જેમ વર્તન કર્યું હતું. મેં જે ભાષાનો ઉપયોગ કર્યો હતો તે ખોટું હતું અને ત્રણેય યુવતી અને તેમના વાલીઓની માફી માગું છું, પણ મારો ઇરાદો ખોટો નહોતો. (પીટીઆઇ)