મહારાષ્ટ્ર

વધુ એક ટ્રેનનું ડિરેલમેન્ટઃ નાગપુરમાં શાલીમાર એક્સપ્રેસ પાટા પરથી ઉતરી…

નાગપુરઃ ભારતીય રેલવેમાં ટ્રેન અકસ્માતના કિસ્સાનું પ્રમાણ વધી રહ્યું છે, જેમાં આજે વધુ એક ટ્રેનનું ડિરેલમેન્ટ થવાથી ટ્રેનસેવા પર અસર પડી છે. નાગપુરના ઈતવારી રેલવે સ્ટેશન નજીક શાલીમાર એક્સપ્રેસને અકસ્માત નડ્યો છે. મુંબઈથી આવતી શાલીમાર એક્સપ્રેસ ટ્રેન અચાનક ઈતવારી રેલવે સ્ટેશન નજીક પહોંચતા ટ્રેનનું ડિરેલમેન્ટ થયું, પરિણામે લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનસેવા પર અસર પડી હતી.

ઉપલબ્ધ માહિતી અનુસાર શાલીમાર એક્સપ્રેસના એસ વન અને એસ ટૂ કોચ પાટા પરથી ઉતરી જવાને કારણે ટ્રેનસેવા પ્રભાવિત થઈ હતી. ટ્રેનના ડિરેલમેન્ટને કારણે મરમ્મત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી.

મુંબઈથી શાલીમાર જતી શાલીમાર એક્સપ્રેસ (ટ્રેન નંબર 18029)ના બે કોચ ઈતવારી રેલવે સ્ટેશન નજીકથી કલામના સ્ટેશનથી પસાર થયા પછી બપોરના બે વાગ્યાના સુમારે બે કોચ પાટા પરથી ઉતર્યા હતા. આ બનાવમાં કોઈને જાનહાનિ થઈ નથી, પરંતુ મરમ્મતની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : ગૌમાંસની શંકા પરથી વૃદ્ધની મારપીટ: આરોપીને આગોતરા જામીન કોર્ટે નકાર્યા…

મધ્ય રેલવેમાં લોકમાન્ય ટિળક ટર્મિનસથી રોજ દોડાવાતી શાલીમાર એક્સપ્રેસ છેક કોલકાતા સુધી દોડાવવામાં આવે છે. અહીં એ જણાવવાનું કે મધ્ય રેલવેમાં આ અગાઉ શુક્રવારે રાતના નવ વાગ્યાના સુમારે કલ્યાણમાં બે નંબરના પ્લેટફોર્મ પર લોકલ ટ્રેનનો એક કોચ ડિરેલ થયો હતો, ત્યારબાદ લોકલ ટ્રેનસેવા પર ગંભીર અસર થઈ હતી. આ અગાઉ આસામમાં પણ ડિબાલોંગ સ્ટેશને અગરતલા-એલટીટી ટ્રેનના આઠથી દસ કોચ ટ્રેક પરથી ઉતરી જવાને કારણે ટ્રેનસેવા પ્રભાવિત થઈ હતી, પરંતુ કોઈ જાનહાનિ થઈ નહોતી.

Back to top button
ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર દિવાળી પર 40 વર્ષ બાદ થશે શુક્ર-ગુરુની યુતિ, ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી… આ ફૂલ કે જડીબુટ્ટી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker