ભર શિયાળે શાકભાજી થયા મોંઘા: ટામેટાં 60 તો અન્ય શાક 80ને પાર
થાણે: શિયાળો એટલે શાકભાજીની સિઝન. ઉનાળો અને ચોમાસાની સરખામણીમાં શિયાળામાં શાકભાજી સસ્તાં હોય છે. પણ આ વખતે ભર શિયાળે શાકભાજીના ભાવ આસમાને ચઢ્યા છે. ટામેટા 60 રુપિયા તો બજા કેટલાંક શાકભાજી 80નો આંકડો પાર કરી ગયા છે.
ટામેટાના ભાવમાં સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં લોકોને રાહત મળી હતી. જોકે હવે છૂટક બજારમાં ટામેટાનો ભાવ 60 રુપિયા કિલોએ પહોંચ્યો છે. પાછલાં દસ દિવસથી ભીંડા, બીન્સ, ગવાર, કારેલા, કેપ્સીકમ, પરવર, સુરણ જેવા શાકનો ભાવ પણ 10 થી 20 રુપિયા વધ્યો છે.
પુણે, નાસિક, સાતારા અને સોલાપુર જિલ્લામાંથી મુંબઇ, થાણે અને ઉપનગરીય બજારોમાં શાકભાજીની સારી આવક થાય છે. જોકે છેલ્લાં દસ દિવસથી બજારમાં શાકભાજીની આવક 5 થી 10 ટકાએ ઘટી છે. તેથી બજારમાં શાકભાજીની કિંમતમાં કિલો દીઠ 2 થી 12 રુપિયાનો વધારો થયો છે. એમાં પણ ભીંડા, બીન્સ, ગવાર, કેપ્સીકમ, પરવર, સુરણ જેવા શાકનો સમાવેશ છે. માર્ટેકમાં આ શાકભાજીના દરમાં 10 થી 20 રુપિયાથી વધતાં આ તમામ શાક કોલી દીઠ 60 થી 80 રુપિયા પર પહોંચ્યા છે.
જૂનથી ઓગષ્ટના પહેલાં અઠવાડીયા સુધી ટામેટાના દર તેજીમાં હતાં. ઓગષ્ટ, સપ્ટેમ્બર મહિનામાં રાજ્યમાં ટામેટાનો સારો એવો પાક થયો હતો. જોકે સપ્ટેમ્બરથી માર્કેટમાં ટામેટાની આવક ઓછી થતાં ટામેટાના દરોમાં વધારો નોંધાયો હતો. જોકે ટામેટાના આ વધેલા દર ડિસેમ્બર મહિના સુધી રહેશે ત્યાર બાદ બજારમાં ટામેટાની આવક વધતા દરોમાં ઘટાડો થશે.