…તો બીડના સરપંચનો જીવ બચી ગયો હોત: NCP (SP)ના નેતાનો દાવો

છત્રપતિ સંભાજી નગર: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP-SP)ના નેતા બજરંગ સોનાવણેએ આજે બીડના સરપંચ સંતોષ દેશમુખની હત્યાની તપાસ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે સસ્પેન્ડ કરાયેલા એક પોલીસ ઇન્સ્પેક્ટરને સંબંધિત ખંડણી કેસમાં આરોપી બનાવવો જ જોઇએ.
સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં બીડના સંસદ સભ્યએ જણાવ્યું હતું કે ખંડણી કેસમાં પોલીસ દ્વારા સમયસર કાર્યવાહી કરવામાં આવી હોત તો બીડ જિલ્લાના મસ્સાજોગ ગામના સરપંચ દેશમુખનો જીવ બચી ગયો હોત. નવમી ડિસેમ્બરે દેશમુખનું અપહરણ કરવામાં કરી તેમના પર ત્રાસ ગુજારી હત્યા કરવામાં આવી હતી. પવનચક્કી પ્રોજેક્ટ ચલાવતી ઊર્જા કંપની પાસેથી પૈસા પડાવવાના પ્રયાસને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કર્યો હોવાથી સરપંચને નિશાન બનાવવામાં આવ્યા હતા.
Also read: ઝડપી અને પારદર્શક કારભાર માટે મહારાષ્ટ્રમાં ‘ઈ-કેબિનેટ’
મહારાષ્ટ્રના પ્રધાન અને એનસીપી નેતા ધનંજય મુંડેના સહયોગી વાલ્મિક કરાડની ખંડણી કેસમાં ધરપકડ કરવામાં આવી છે. બીડના સંસદ સભ્ય સોનાવણેએ જણાવ્યું હતું કે ‘હત્યા સુધીની સિલસિલાબંધ ઘટનાની શરૂઆત ગયા વર્ષે 28 મેએ શરૂ થઈ હતી. રમેશ ઘુલે અને એક અજાણી વ્યક્તિ સામે ખંડણીનો કેસ નોંધવામાં આવ્યો હતો. જોકે, પછી ઘુલેની ધરપકડ કરી તેને જામીન આપવામાં આવ્યા હતા, ત્યારે અજાણ્યા આરોપીને ક્યારેય પકડવામાં નહોતો આવ્યો.’ એનસીપી (એસપી)એ જણાવ્યું હતું કે જો પોલીસે અગાઉ કાર્યવાહી કરી હોત તો સંતોષ દેશમુખ જીવતો હોત.
(PTI)