450 KM ચાલીને વિદર્ભથી મરાઠવાડા પહોંચ્યો વાઘ, દાયકાઓ બાદ જોવા મળ્યો એડલ્ટ ટાઈગર

છત્રપતિ સંભાજીનગર: વિદર્ભથી 450 કિલોમીર ચાલીને એક નર વાઘ યેદશી રામલિંગ ઘાટ નામની વાઈલ્ડલાઈફ સેન્કચ્યુરી પહોંચ્યો હતો. આ સેન્ક્ચ્યુરી મહારાષ્ટ્રના ધારાશિવ જિલ્લાનું એક નાનકડું જંગલ છે, જ્યાં દાયકાઓથી એક એડલ્ટ વાઘ નથી જોવા મળ્યો.
એક વન અધિકારી દ્વારા જણાવ્યા અનુસાર ત્રણ વર્ષની ઉંમરનો આ વાઘ ગયા વર્ષે ડિસેમ્બરમાં વિદર્ભના ટિપેશ્વરથી લાંબો પ્રયાસ કરીને આ નાના નેશનલ પાર્કમાં પહોંચ્યો છે.
આપણ વાંચો: નેપાળ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સમાં જોડાયું: વાઘ સહિત 7 પ્રજાતિના સંરક્ષણ માટે મોટું પગલું
22.50 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલા યેદશી રામલિંગને 1997માં એક નેશનલ પાર્ક તરીકે વિકસીત કરવામાં આવ્યું હતું અને અહીં દીપડા, રીંછ, શિયાળ, હરણ અને ખિસકોલી સિવાય 100 પ્રજાતિના બીજા પ્રાણીઓ જોવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વાઘ પહેલી વખત ડિસેમ્બરમાં જોવા મળ્યો હતો. વાઈલ્ડલાઈફ એક્સપર્ટે આ કેસનું અધ્યયન કર્યું હતું અને તારણ કાઢ્યું છે કે તે યવતમાળના ટિપેશ્વર વાઈલ્ડલાઈફ સેન્કચ્યુરીમાંથી આવ્યો છે.
આપણ વાંચો: ‘ટાઈગર ડે’ના વાઘ નહીં પણ એકસાથે 14 સાવજની સવારી નીકળી, તસવીરો વાયરલ
યેદશીમાં લેવામાં આવેલી કેમેરા ટ્રેપના ફોટો અને મિલાન ટિપેશ્વરથી પહેલાં લેવામાં આવેલા ફોટો સાથે મેચ કરવામાં આવ્યા છે, જેના પરથી આની ઓળખ થઈ છે.
આ વાઘ બાશીં, ભૂમ, તુલજાપુક અને ધારાશિવમાં પણ જોવા મળ્યો છે. જોકે, એણે હજી સુધી કોઈ માણસ પર હુમલો નથી કર્યો. આ વાઘ 1971 બાદ મરાઠવાડામાં આવેલો ચોથો વાઘ છે.