પાલઘરમાં ટિકિટચેકરને ખુદાબક્ષોએ માર માર્યો, ત્રણ વિરુદ્ધ કાર્યવાહી
![Ticket checker beaten up by mob in Palghar, action taken against three](/wp-content/uploads/2025/02/Ticket-checker-beaten-up-by-mob-in-Palghar-action-taken-against-thre.webp)
પાલઘરઃ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના બોઈસર રેલવે સ્ટેશન ખાતે ટિકિટ ચેકરને ટિકિટ ચેક કરવાના કિસ્સામાં ત્રણ યુવકોએ મારપીટ કરી હતી. ટિકિટ વિના મુસાફરી કરવા બદલ ટીસીએ દંડ ફટકારતા ત્રણ વ્યક્તિઓ દ્વારા તેને કથિત રીતે માર મારવામાં આવ્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે પીડિત કમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક (સીસીટીસી) રેલવે બ્રિજ પર ફરજ પર હતા, ત્યારે તેણે આરોપીઓને તેમની ટિકિટ બતાવવા જણાવ્યું હતું. ત્રણેય પાસે ટિકિટ નહીં હોવાથી ટિકિટ ચેકરે તેમને દંડ તરીકે ૨૮૦ રૂપિયા ચૂકવવાનું કહ્યું. જોકે, આનાથી ગુસ્સે થઈને તેઓએ ટીસીને કથિત રીતે માર્યો હતો.
આપણ વાંચો: ઝવેરીની મારપીટ કરી 1.87 કરોડના દાગીના લૂંટનારા ચાર આરોપીને 10 વર્ષની સજા…
આ બનાવમાં કેસ નોંધીને પોલીસ ટિકિટ વિનાના પ્રવાસીઓ સામે કાર્યવાહી કરી હતી. ત્રણેય આરોપીઓની ઓળખ ઉત્સવ વિશાલ કોઠી (૨૦), વિશાલ વાસુદેવ કોઠી (૪૨), અને અનિલ ગોપાલરાવ રાઓતે (૪૪) તરીકે કરવામાં આવી છે, જેઓ બોઈસરના દાંડીપાડાના રહેવાસી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
આ બનાવમાં પોલીસે વિવિધ કલમ હેઠળ કેસ નોંધ્યો છે, જેમાં કલમ ૧૨૧(૧) (લોકસેવકને તેની ફરજથી રોકવા માટે સ્વૈચ્છિક રીતે ઈજા પહોંચાડવી અથવા ગંભીર ઈજા પહોંચાડવી), ૧૩૨ (લોકસેવકને ફરજ બજાવવાથી રોકવા માટે હુમલો અથવા ફોજદારી બળ) અને ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય રેલવે અધિનિયમની અન્ય સંબંધિત જોગવાઈઓનો સમાવેશ થાય છે.