જળગાંવમાં ધાર્મિક યાત્રાએ જતા પ્રવાસીઓ પર પથ્થમારો | મુંબઈ સમાચાર

જળગાંવમાં ધાર્મિક યાત્રાએ જતા પ્રવાસીઓ પર પથ્થમારો

ચાલતી ટ્રેન પર ભીડનો પથ્થરમારાનો વીડિયો વાયરલ

મુંબઈ: ભીડ દ્વારા એક ચાલતી ટ્રેન પર મોટા પ્રમાણમાં પથ્થરમારો કરવામાં આવી રહ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ ઘટના જળગાંવની હોવાનું જાણવા મળ્યું છે.

આ વીડિયો ટ્રેનની અંદરથી લેવામાં આવ્યો ચે અને તેમાં પથ્થરમારાના કારણે ડરી ગયેલા પ્રવાસીઓ ટ્રેનની અંદર દોડધામ કરી રહેલા અને ગભરાયેલા હોવાનું સ્પષઅટ જોઇ શાય છે. આ વીડિયો ભુસાવળ-નંદુરબાર પેસેન્જર ટ્રેનનો હોવાનું કહેવાય છે. આ ઘટના શુક્રવારે સવારે 10 વાગ્યાની આસપાસ બની હોવાનું જણાય છે. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને આરોપીઓની શોધ શરૂ કરી છે.

આ પણ વાંચો: રેલવેમાં ચોંકાવનારો અકસ્માત: ટ્રેનની અપર બર્થ તૂટી પડતાં પ્રવાસીનું મોત

વીડિયોમાં ગભરાયેલા પ્રવાસીઓ ઉતાવળમાં પથ્થરમારાથી બચવા માટે ટ્રેનની બારીઓ બંધ કરતા જોઇ શકાય છે. એક મહિલા ચીસો પાડીને અન્ય પ્રવાસીઓને પણ બારી બંધ કરવાની વિનંતી કરતી હોવાનું સંભળાય છે.

આ પણ વાંચો: જો તમે રેલ પ્રવાસી છો તો આ માહિતી તમારે જાણવી જરૂરી છે

વીડિયોમાં ટ્રેનની બહાર મોટી ભીડ જમા થયેલી અને તેમના હાથોમાં મોટા મોટા પથ્થર હોવાનું જોઇ શકાય છે. આ મામલે હજી સુધી કોઇપણ પ્રવાસીએ પોલીસ ફરિયાદ નોંધાવી નથી, પરંતુ વીડિયોના પગલે રેલવે પોલીસે પોતે વાતનું સંજ્ઞાન લઇને ગુનો નોંધ્યો છે. આ ટ્રેનમાં બેઠેલા પ્રવાસીઓ એક ધાર્મિક કાર્યક્રમમાં જઇ રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. ધાર્મિક કાર્યક્રમમાં જઇ રહેલા પ્રવાસીઓ પર પથ્થરમારાની ઘટના આ પહેલા અયોધ્યાથી મુંબઈ પાછી આવી રહેલી સ્પેશિયલ ટ્રેનમાં આવી રહેલા પ્રવાસીઓ સાથે પણ બની હતી.

સંબંધિત લેખો

Back to top button