શોરૂમમાં ઘુસીને લોકરમાંથી ત્રણ કરોડનું સોનાની ચોરી, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

પુણેઃ પુણેના એક શોરૂમમાંથી ત્રણ કરોડના દાગીનાની ચોરીનો મામલો સામે આવ્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ ઘટના પુણેના રવિવાર પેઠ વિસ્તારમાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, શોરૂમના માલિકે તેની ફરિયાદમાં જણાવ્યું છે કે તેનું ત્રણ કરોડની કિંમતનું કુલ પાંચ કિલો સોનું ચોરાઈ ગયું છે.
શો રૂમના માલિકે જણાવ્યું હતું કે શોરૂમમાં ઘૂસેલા ચોર કાઉન્ટર પરથી 10 લાખ રોકડા પણ ચોરી ગયો હતો. સીસીટીવી ફૂટેજમાં સફેદ હૂડી પહેરેલ ચોર લોકર ખોલીને તેમાંથી સોનું કાઢીને બેગમાં ભરતો જોવા મળ્યો હતો. પોલીસે જણાવ્યું કે ચોરે આખું લોકર ખાલી કરી દીધું હતું
આ મામલે હાલમાં તો પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ચોરોને પકડવા માટે અધિકારીઓની ટીમ બનાવવામાં આવી છે. ચોર પાસે દુકાનની ડુપ્લીકેટ ચાવી હતી, જેની મદદથી તે લોકરમાંથી સોનું ચોરી ગયો હતો, તેથી પોલીસનું માનવું છે કે આ કોઇ જાણભેદુનું જ કે કોઇ નજીકની વ્યક્તિનું જ કામ હોઇ શકે છે અન્યથા તેની પાસે શોરૂમની ચાવી કેવી રીતે આવી શકે. જોકે, પોલીસે હાલમાં તો દરેક એંગલથી તપાસ કરી છે અને શઓરૂમના માલિક, શોરીમના સેલ્સ પર્સન બધાની પૂછપરછ કરવામાં આવી રહી છે.