થાણેમાં ફ્લેટમાંથી 2.21 કરોડના મેફેડ્રોન ડ્રગ્સ સાથે ત્રણની ધરપકડ

થાણે: થાણે જિલ્લામાં પોલીસે ફ્લેટમાંથી 2.21 કરોડ રૂપિયાનું મેફેડ્રોન ડ્રગ્સ પકડી પાડીને ત્રણ જણની ધરપકડ કરી હતી.
થાણે પોલીસના એન્ટિ-નાર્કોટિક્સ સેલ (એએનસી)ની ટીમે મળેલી માહિતીને આધારે બુધવારે રાતે શિળ-ડાયઘર વિસ્તારમાં ઇમારતના એક ફ્લેટમાં રેઇડ પાડી હતી.
પોલીસ અધિકારીઓએ ફ્લેટમાંથી 2.21 કરોડ રૂપિયાનું 1.109 કિલોગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરીને ત્રણ જણને તાબામાં લીધા હતા.
આપણ વાંચો: યુગાન્ડાની મહિલા 13.5 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે પકડાઇ
શિળ-ડાયઘર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીઓ ડ્રગ્સ મહિલાને વેચવાના હતા, એવું તપાસમાં જણાયું હતું.
આરોપીઓની ઓળખ અમાન કમાલ ખાન (21), ઇલિયાસ કુશલ ખાન (19) અને સૈફઅલી અસબૂલ ખાન (25) તરીકે થઇ હતી. અમાન અને ઇલિયાસ રાજસ્થાનના વતની છે. ઇલિયાસ ખાન હોટેલિયર છે. ત્રણેય આરોપી વિરુદ્ધ એનડીપીએસ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)